• શનિવાર, 30 મે, 2026

બોટાદના Dy.S.P.ની કારે ટક્કર મારતા બેનાં મૃત્યુ

આણંદના અડાસ ગામ નજીક રસ્તા કિનારે ઉભેલા લોકોને અડફેટે લેતા અન્ય ત્રણ ગંભીર

(ફૂલછાબ ન્યુઝ)

વડોદરા, તા. 29: આણંદના અડાસ ગામ નજીક આજે વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બોટાદના ડીવાયએસપી એ.એ. સૈયદની બેકાબૂ બનેલી કારે રસ્તાના કિનારે ઉભેલા પાંચ લોકોને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બે લોકોના ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યા હતા જ્યારે અન્ય ત્રણ વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. 

વડોદરાથી આણંદ તરફ આવી રહેલી ડીવાય.એસ.પી. એ.એ. સૈયદની કાર અચાનક બેકાબૂ બની ગઈ હતી. આ દરમિયાન અડાસ ગામ નજીક નેશનલ હાઈવે પર લોકો રસ્તાના કિનારે આવેલા એક શેરડીના રસના ચિચોડા પર રસ પી રહ્યા હતા. ત્યારે ડીવાય.એસ.પી.ની બેફામ ઝડપે આવી રહેલી કારે શેરડીનો રસ પી રહેલા આ લોકોને ટક્કર મારી હતી. જેમાં બે વ્યક્તિએ ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો.

જ્યારે અન્ય ત્રણ લોકોને ગંભીર 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડયા હતા.અકસ્માતની જાણ થતાં જ વાસદ પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને તપાસ શરૂ કરી હતી. દાવો કરવામાં આવી રહ્યો છે કે, ડી.વાય.એસ.પી. એ.એ. સૈયદને અચાનક ઝોકું આવી ગયું હોવાના કારણે કાર પરથી કાબૂ ગુમાવતા આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક