• શનિવાર, 30 મે, 2026

તુર્કીના લમણે તકાશે ભારતની બ્રહ્મોસ મિસાઈલ

ક્ષ     સાઈપ્રસ  અને ભારત વચ્ચે બ્રહ્મોસ અને કામિકાઝી ડ્રોન અંગે વાતચીત શરૂ

નવી દિલ્હી, તા. 29 : ઓપરેશન સિંદૂર બાદ ભારતની બ્રહ્મોસ મિસાઈલની માગ પુરી દુનિયમાં વધી ગઈ છે. ઘણા દેશ ભારત સાથે બ્રહ્મોસની ખરીદીની ડીલ ફાઈનલ કરી ચુક્યા છે અથવા તો તૈયારીમાં છે. ઈન્ડોનેશિયા, ફિલિપિન્સ અને વિયેતનાનમ જેવા દેશો બાદ હવે એક વધુ નામ જોડાયું છે સાઈપ્રસ. યુરોપીયન દેશ સાઈપ્રસે ભારતની અચૂક મારક ક્ષમતા ધરાવતી બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ સહિત સ્વદેશી કામિકાઝી ડ્રોન ખરીદવાની ઈચ્છા વ્યક્ત કરી છે.

રિપોર્ટસ અનુસાર ભારત અને સાઈપ્રસ વચ્ચે બ્રહ્મોસ ડીલે તુર્કીની ઊંઘ ઉડાડી દીધી છે અને તુર્કીના સુરક્ષા તંત્રમાં હડકંપ મચી ગયો છે. આ પહેલા સાઈપ્રસના રાષ્ટ્રપતિ નિકોસ ક્રિસ્ટોડોલાઈડસની ભારત યાત્રા બાદ રક્ષા સોદાની યોજના બની હતી. પીએમ મોદી અને સાઈપ્રસના રાષ્ટ્રપતિની બેઠક દરમિયાન બન્ને દેશ વચ્ચે એક રક્ષા સહયોગ રોડમેપને મંજૂરી મળી હતી.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક