• શનિવાર, 30 મે, 2026

IPLમાં ખેલાડીઓના સ્માર્ટ ચશ્મા પર BCCIનો પ્રતિબંધ

નવી દિલ્હી, તા.29: બીસીસીઆઇ દ્વારા આઇપીએલમાં ખેલાડીઓ, કોચિંગ સ્ટાફ અને મેચ અધિકારીઓ માટે સ્માર્ટ ચશ્માનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મુકાયો છે. આ પ્રકારના સન ગ્લાસ કોમ્યૂનિકેશન ડિવાઇસ બની શકે છે અને તેના કારણે મેચ સંબંધી જાણકારી લીક થઇ જવાનો ભય રહે છે. આથી બીસીસીઆઇની ભ્રષ્ટાચાર વિરોધી કમિટિએ સ્માર્ટ ગ્લાસ (ચશ્મા)પ્રતિબંધનો નિર્ણય

લીધો છે.

બીસીસીઆઇએ જણાવ્યું છે કે આ પ્રકારના ઉપકરણથી લાઇવ સ્ટ્રીમિંગ, ટેકસ્ટ મેસેજ ઉપરાંત મોબાઇલ ડેટા અથવા વાઇ-ફાઇથી ઓડિયો-વીડિયો કોલિંગ જેવી સુવિધા ઉપલબ્ધ રહે છે. આથી આ પ્રકારના સ્માર્ટ ચશ્માનો ઉપયોગ મેદાનમાં અને મેદાનની આસપાસના એરિયામાં ઉપયોગ કરવા પર પ્રતિબંધ મુકાયો છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક