• ગુરુવાર, 10 સપ્ટેમ્બર, 2026

ગાંધીનગર S.I.T.ના બનાવટી આઈ-કાર્ડ સાથે ભુંભલીનો રત્નકલાકાર પકડાયો

ભાવનગર,તા.9: ભાવનગરના જવાહર મેદાન ખાતે આયોજિત જન્માષ્ટમીના લોકમેળામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ઘોઘારોડ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે ખાખી વર્દી પહેરીને પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકેનું નકલી આઈડેન્ટિટી કાર્ડ બતાવી લોકમેળાની વિવિધ રાઈડ્સમાં મફત મજા માણતા અને લોકો પર રોફ જમાવતા એક શખ્સની શંકાસ્પદ હાલતમાં અટકાયત કરી હતી, જેની તલાશી લેતા તેની પાસેથી ’ગુજરાત પોલીસ’ લખેલું અને ગાંધીનગર જ.ઈં.ઝ.ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકેનું એક આઈ-કાર્ડ મળી આવ્યું હતું, જેમાં અન્ય વ્યક્તિનું નામ લખેલું હોવાનું અને મૂળ વ્યવસાયે રત્નકલાકાર એવા આ શખ્સે હોદ્દાનો દુરુપયોગ કરી બનાવટી આઈડી કાર્ડ બનાવડાવ્યું હોવાનું સામે આવતા પોલીસે આ બોગસ આઈ-કાર્ડ કબજે કરીને તેની સામે ગુનો નોંધ્યો હતો.

આ સમગ્ર પ્રકરણમાં પકડાયેલા શખ્સે પૂછપરછ દરમિયાન પોતાનું નામ જગદીશ ડાહ્યાભાઈ મકવાણા (રહે. રામપર ગામ, ભુંભલી) હોવાનું જણાવ્યું હતું, જ્યારે તેની પાસેથી જે બનાવટી આઈ-કાર્ડ મળી આવ્યું હતું તેમાં મોબીન ઈકબાલભાઈ સોડાગર નામ લખેલું હોવાનું બહાર આવ્યું હતું, જેના આધારે ઘોઘારોડ પોલીસ દ્વારા આ રત્નકલાકાર વિરુદ્ધ કાયદેસરની ધોંસ બોલાવીને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક