- રાજકોટ જિલ્લામાં સાયબર ફ્રોડના ત્રણ બનાવ ઃ ફેસબુક પર આર્મીનો સસ્તો સામાન અપાવવાની લાલચે રૂ. 75 હજાર ખંખેર્યા અને યુવાનનો મોબાઈલ હેક કરી રૂ. 1 લાખ સેરવી લીધા
રાજકોટ, તા.22ઃ
સાયબર ગઠિયાઓ
બેફામ બન્યા
છે અને
અવનવા કિમયાઓ
અપનાવીને સામાન્ય
નાગરિકોને શિકાર
બનાવી રહ્યા
છે. લોધિકાના
રાવકી જીઆઈડીસીમાં
કારખાનું ધરાવતા
એક કારખાનેદારના
મોબાઈલમાં ટ્રાફિક
દંડના બહાને
એપીકે ફાઈલ
મોકલી સાયબર
માફિયાઓએ ફોનનો
એક્સેસ મેળવી
લઈ તેમના
બેંક ખાતામાંથી
રૂ. 5.66 લાખ
ઉપાડી લીધા
હતા. આ
ઉપરાંત આટકોટમાં
ફેસબુક પર
આઈપીએસ અધિકારીની
ખોટી આઈડી
બનાવી આર્મીનો
સસ્તો સામાન
અપાવવાના નામે
રૂ. 75 હજાર
પડાવી લેવામાં
આવ્યા હતા,
તેમજ અન્ય
એક બનાવમાં
શાપર વિસ્તારમાં
યુવાનનો મોબાઈલ
કારખાનામાં મૂકેલો
હોય ત્યારે
તેનું બેંક
એકાઉન્ટ હેક
કરીને રૂ.
1 લાખ ઉપાડી
લેવામાં આવ્યા
હતા. આ
ત્રણેય બનાવો
અંગે સંબંધિત
પોલીસ મથકોમાં
ગુના નોંધવામાં
આવ્યા છે.
આ
ત્રણેય ઘટનાઓની
વિગતવાર વાત
કરીએ તો,
લોધિકાના કાંગશિયાળી
ગામે રાજપથ
સી એસ્ટા
રેસિડેન્સીમાં રહેતા
અને રાવકી
જીઆઈડીસીમાં એ.કે.
એન્જિનિયારિંગ સોલ્યુશન
નામનું કારખાનું
ધરાવતા અંકુરભાઈ
હરેશભાઈ કથીરીયાના
વોટ્સએપ પર
એપીકે વ્હીકલ
ઇન્ફો નામની
ફાઈલ આવી
હતી, જેને
ખોલતા જ
સાયબર ગઠિયાઓએ
તેમના ખાતામાંથી
13 અલગ-અલગ
ટ્રાન્ઝેક્શન દ્વારા
કુલ રૂ.
5,66,695 ઉપાડી લીધા
હતા, જે
અંગે તેમણે
રાજકોટ રેન્જ
સાયબર ક્રાઈમ
પોલીસ મથકે
ફરિયાદ નોંધાવી
છે. બીજા
બનાવમાં આટકોટના
ગાયત્રીનગરમાં હોટલ
ધરાવતા અંકીતભાઈ
ભુપતભાઈ પરવાડીયા
અને તેમના
મિત્ર સાથે
ફેસબુક પર
‘િચરાગ પટેલ’
નામની આઈડી
પરથી આર્મીની
વસ્તુઓ સસ્તા
ભાવે અપાવવાની
લાલચ આપી
રૂ. 75 હજારનું
ફ્રોડ આચરવામાં
આવ્યું હતું,
જે અંગે
આટકોટ પોલીસ
મથકે ગુનો
નોંધાયો છે.
જ્યારે ત્રીજા
બનાવમાં મૂળ
દેવભૂમિ દ્વારકાના
ભાણવડના વતની
અને કાંગશિયાળીની
સીમમાં કારખાનામાં
પ્રોડક્શન સુપરવાઈઝર
તરીકે નોકરી
કરતા કુલદીપ
મનસુખભાઈ કારેણા
જ્યારે નોકરી
પર ગયા
હતા અને
મોબાઈલ કારખાને
મૂક્યો હતો,
ત્યારે સાયબર
ચાંચિયાઓએ તેમનું
બેંક એકાઉન્ટ
હેક કરીને
જુદા-જુદા
વ્યવહારો દ્વારા
કુલ રૂ.
1 લાખ ઉપાડી
લેતા તેમણે
શાપર પોલીસ
મથકે ફરિયાદ
નોંધાવી છે.