• મંગળવાર, 22 સપ્ટેમ્બર, 2026

ભાજપના મંત્રી વિજયવર્ગીયની જીભ લપસતાં રાજકીય વિવાદ ઇંદોરમાં વિકાસકામોનાં લોકાર્પણમાં મહિલા પર ટિપ્પણી

ભોપાલ, તા. 21 : ઈંદોરના વોર્ડ નંબર-6માં લગભગ સાત કરોડ રૂપિયાના વિકાસકાર્યોના લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન કેબિનેટ મંત્રી કૈલાસ વિજયવર્ગીયની એક ટિપ્પણીને લઈને વિવાદ સર્જાયો છે. વાયરલ વીડિયોમાં મંત્રી મહિલા કાઉન્સિલરની શારીરિક બનાવટ અંગે ટિપ્પણી કરતા સાંભળવા મળી રહ્યા છે. વીડિયો સામે આવ્યા બાદ કોંગ્રેસે વાંધો વ્યક્ત કર્યો છે.  મંત્રી વિજયવર્ગીયએ જાહેર મંચ પરથી મહિલા કાઉન્સિલરને લઈને તેમની શારીરિક બનાવટ પર ટિપ્પણી કરી હતી. કાર્યક્રમનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ કોંગ્રેસે આ ટિપ્પણી પર આપત્તિ વ્યક્ત કરી છે. એઆઇસીસી મીડિયા કો-ઓર્ડિનેટર નિલાભ શુક્લાએ મંત્રીની ટિપ્પણીને નિંદનીય ગણાવી છે.

જાહેર મંચ પરથી મહિલા કાઉન્સિલરને લઈને મંત્રીએ તેમના શારીરિક બાંધાને લઈને વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. આ ટિપ્પણી મંત્રી કૈલાસ વિજયવર્ગીયએ ત્યારે કરી, જ્યારે કાઉન્સિલર તેમની પાસેથી પસાર થઈને માઈક સ્ટેન્ડ પાસે આવી રહ્યા હતા. કાઉન્સિલરની પાછળ મંત્રીના એક કાર્યકર્તા હતા, જેના કારણે તેઓ દેખાતા નહોતા. આ દરમિયાન મંત્રી વિજયવર્ગીયએ આ ટિપ્પણી કરી હતી.

મંત્રીની આ ટિપ્પણીનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયો સામે આવ્યા બાદ કોંગ્રેસે તેને લઈને વાંધો વ્યક્ત કર્યો છે. ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના મીડિયા કો-ઓર્ડિનેટર નિલાભ શુક્લાએ મંત્રી કૈલાસ વિજયવર્ગીયની ટિપ્પણીને નિંદનીય ગણાવી હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક