• બુધવાર, 23 સપ્ટેમ્બર, 2026

ઇંગ્લેન્ડ ફાસ્ટ બોલર માર્ક વૂડની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ

મેડિકલ સલાહ મુજબ હવે ટેસ્ટ અને 50 ઓવરનું ક્રિકેટ રમવું શક્ય ન હોવાનું જણાવ્યું

  લંડન, તા.22 : ઇંગ્લેન્ડના જાણીતા ફાસ્ટ બોલર માર્ક વૂડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની સત્તાવાર જાહેરાત કરી છે. વૂડ ઇંગ્લેન્ડની બે વખત વર્લ્ડ કપ વિજેતા ટીમનો મહત્વનો હિસ્સો રહ્યો છે. ઇજાઓથી કંટાળી તેણે નિવૃત્તિનો નિર્ણય લીધો હોવાનું સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું છે.

તેણે વર્ષ 2015માં ઐતિહાસિક લોર્ડ્સ મેદાન પર ન્યૂઝીલેન્ડ સામે પદાર્પણ કર્યું હતું. તેણે કારકિર્દીમાં 38 ટેસ્ટ મેચ રમીને 19 વિકેટ ઝડપી હતી જ્યારે 70 વન ડેમાં 80 વિકેટ અને 38 ટી20 આંતરરાષ્ટ્રીય મુકાબલાઓમાં 54 વિકેટ પોતાનાં નામે કરી છે. માર્ક વૂડ 2019માં ઇંગ્લેન્ડની વન ડે વર્લ્ડ કપ વિજેતા ટીમનો ભાગ હતો. આ ઉપરાંત, જોસ બટલરની કપ્તાની હેઠળ 2022માં ટી20 વર્લ્ડ કપ જીતનાર ઇંગ્લિશ ટીમમાં પણ તેણે નિર્ણાયક ભૂમિકા ભજવી હતી.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર ભાવુક પોસ્ટ શેર કરતાં વૂડે લખ્યું, ‘મેં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો છે. છેલ્લાં એક વર્ષના મારા સંઘર્ષને જોતાં આ કોઈ આશ્ચર્યની વાત ન હોઈ શકે, મેં હંમેશાં મજબૂત બનીને ઇજાઓમાંથી વાપસી કરીને લોકોને ખોટા સાબિત કરવાનો અને મારી ક્ષમતા દર્શાવવાનો પ્રયાસ કર્યો છે. મેડિકલ સલાહ મુજબ હવે મારા માટે ટેસ્ટ અને 50 ઓવરનું ક્રિકેટ રમવું શક્ય નથી, તેથી છેલ્લા એક વર્ષમાં ઇંગ્લેન્ડ માટે રમવાનું મારું સપનું ધીમે ધીમે મારાથી દૂર થતું ગયું.

 

ઇ-પેપરના નવા શુલ્ક

National

44 વર્ષનાં તળીયે પહોંચ્યો અમેરિકાનો ઓઈલ ભંડાર September 23, Wed, 2026