આરોપીએ નાશી છૂટવા પોલીસ પર પિસ્તોલથી ફાયરીંગ કર્યું હતું
મોડાસા, તા.22ઃ
અરવલ્લી જિલ્લાના
ધનસુરા પોલીસ
સ્ટેશનની હદમાં
આવેલા નવી
શીણોલ ગામની
સીમમાં સ્પેશિયલ
ઓપરેશન ગ્રુપ
દ્વારા નાઈટ
પેટ્રાલિંગ અને
નાકાબંધી દરમિયાન
એક શંકાસ્પદ
કાળા રંગની
સ્કોર્પિયો કારને
રોકવાનો પ્રયાસ
કરાયો હતો
પરંતુ ચાલકે
ગાડી રોકવાને
બદલે પૂરઝડપે
ભગાડી હતી
અને સરકારી
વાહનને અકસ્માત
કરવાનો પ્રયાસ
કરી ભાગવા
કોશિશ કરી
હતી. આ
દરમિયાન આરોપીઓએ
પોલીસ પર
પિસ્તોલથી ફાયારિંગ
કરવાનો પ્રયાસ
કરતા જવાબી
કાર્યવાહીમાં પોલીસે
બે રાઉન્ડ
ફાયારિંગ કાર્ય
હતા, જેથી
ડ્રાઈવર અને
અન્ય શખ્સ
કાર મૂકીને
અંધારામાં નાસી
છૂટÎા
હતા.
ઘટનાસ્થળે પોલીસ
ઇન્સ્પેક્ટર પી.બી.
ચૌધરીની આગેવાની
હેઠળની ટીમ
દ્વારા સ્કોર્પિયો
કારની તલાશી
લેતા તેમાંથી
ગેરકાયદે હેરફેર
થતા 278.77 કિલોગ્રામ
પોષડોડા ભરેલા
16 કોથળા મળી
આવ્યા હતા.
પોલીસે રૂ.
41.81 લાખના માદક
પદાર્થ સહિત
સ્કોર્પિયો ગાડી,
મોબાઈલ ફોન,
મેગેઝિન, જીવતા
કારતૂસ અને
બનાવટી નંબર
પ્લેટો મળી
કુલ રૂ.
50,01,550નો મસમોટો
મુદ્દામાલ જપ્ત
કર્યો હતો.