• શુક્રવાર, 13 જૂન, 2025

નેતન્યાહૂ સરકારની ખુરશી ડગમગી

સંસદમાં આજે મતદાન : સાથી દળોએ છેડો ફાડયો તો સંસદ ભંગ થશે

તેલ અવીવ, તા.10 : હમાસ સાથે યુદ્ધ વચ્ચે ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂની સરકાર ઘરઆંગણે ઘેરાયા બાદ સંકટમાં આવી છે. ઈઝરાયલ સરકારના સમર્થક દળોએ છેડો ફાડવાનું એલાન કર્યુ છે. ઈઝરાયલમાં બુધવારે સંસદ ભંગ કરવા મતદાન થવાનું છે. વિપક્ષનું કહેવું છે કે જો ગઠબંધન સરકારના ભાગીદારો સાથ છોડી દેશે તો સંસદ ભંગ થશે. જો કે છેલ્લે સુધી સ્પષ્ટ નથી કે સરકારના કયા સહયોગી સાથ છોડવાના છે ?

ઈઝરાયલમાં યહૂદી પુરુષોએ 3 વર્ષ અને યહુદી મહિલાઓએ બે વર્ષ સૈન્યમાં સેવા આપવી ફરજિયાત છે. રાજકીય રીતે શસક્ત અતિ રુઢિવાદી યહુદીઓને તેમાં મુક્તિ હતી જે ધાર્મિક કાર્યો કરે છે અને સરકાર તેમને ખાસ ભથ્થું આપે છે. હવે કાયદામાં બદલાવ બાદ અતિ રુઢીવાદી યહૂદીઓ માટે પણ સૈન્ય સેવા ફરજિયાત કરવામાં આવનાર છે જેનો વિરોધ થઈ રહ્યો છે. અતિ રુઢીવાદીઓને સૈન્ય સેવામાંથી મુક્તિને ઈઝરાયલની સુપ્રીમ કોર્ટ પણ ગેરકાયદે ઠેરવી ચૂકી છે. નેતન્યાહૂ સરકાર નવા કાયદાની અમલવારી કરે તે પહેલા અતિ રુઢીવાદી પાર્ટીઓ સમર્થન પાછું ખેંચવા લાગી છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક