ઈમિગ્રેશન
નિયમોના ભંગ બદલ લાસ વેગાસના એરપોર્ટે થઈ કાર્યવાહી
નવી
દિલ્હી, તા. 11 : દુનિયામાં સૌથી વધારે ફોલોવર્સ ધરાવતા ટિકટોક સ્ટાર ખાબી લેમે અમેરિકા
છોડી દીધું છે. ખાબીને અમેરિકાના ઈમિગ્રેશન અને કસ્ટમ્સ એનફોર્સમેન્ટે હિરાસતમાં લીધો
હતો. બાદમાં તેણે સ્વચ્છાએ દેશ છોડી દીધો હતો. સેનેગલમાં જન્મેલા અને ઈટાલીના નાગરિક
ખાબી લેમનું સાચું નામ સેરિંગે ખાબાને લામે છે. આઈસીઈ અનુસાર લામેએ પોતાના વિઝાની શરતોનું
ઉલ્લંઘન કર્યું હતું. તે 30 એપ્રિલન અમેરિકા આવ્યો હતો અને નિર્ધારીત સમયથી વધારે રોકાયો
હતો. અમેરિકી ઈમિગ્રેશન અને કસ્ટમ્સ એનફોર્સમેન્ટના
પ્રવક્તાએ કહ્યું હતું કે, 6 જૂનના રોજ 25 વર્ષિય ઈટાલીના નાગરિક સેરિંગે ખાબાને લામેને
લાસ વેગાસના હેરી રીડ એરપોર્ટ ઉપર ઈમિગ્રેશન ઉલ્લંઘન માટે હિરાસતમાં લેવામાં આવ્યો
હતો. લામે 30 એપ્રિલના અમેરિકા આવ્યો હતો અને સમય કરતા વધારે રોકાયો હતો. લામેને તે
જ દિવસે સ્વેચ્છાએ દેશ છોડવાની મંજૂરી અપવામાં આવી હતી અને આગળની કાર્યવાહી કરવામાં
આવી નહોતી.
ટ્રમ્પ
સામે યુદ્ધવિરામ કરતાં મસ્ક
ન્યૂયોર્ક,
તા.11: અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે બાખડી પડેલા તેમનાં જૂનાં મિત્ર
એલન મસ્કને હવે પસ્તાવો થઈ રહ્યો છે. મસ્કે પોતાનાં શબ્દો માટે સોશિયલ મીડિયા ઉપર દુ:ખ
વ્યક્ત કરતાં કહ્યું હતું કે, ટ્રમ્પ વિશે લખતી વખતે તેણે મર્યાદાઓ લાંઘી હતી અને હવે
તેનું બહુ દુ:ખ છે. ઉલ્લેખનીય છે કે, ગત સપ્તાહે ટ્રમ્પ અને મસ્ક વચ્ચે થયેલી શાબ્દિક
ટપાટપીએ દુનિયામાં ખળભળાટ મચાવી દીધો હતો અને ટ્રમ્પ દ્વારા લાવવામાં આવી રહેલા એક
કાયદાનો મસ્કે જાહેર વિરોધ કર્યો તેમાંથી બન્ને વચ્ચે સંબંધ વણસી ગયા હતાં.