નવી દિલ્હી, 6 (પીટીઆઈ) ઃ સરકારને બેંકો અને અન્ય સેવા પ્રદાતાઓને ‘યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ’ (યુપીઆઈ) અને અન્ય સૂચિત ઇલેક્ટ્રોનિક પેમેન્ટ માધ્યમો દ્વારા થતી ચૂકવણીઓ પર શુલ્ક (ચાર્જ) વસૂલવાની મંજૂરી આપવાની સત્તા આપતું ‘પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ્સ એક્ટ, 2007’માં સુધારો કરતું બિલ લોકસભાએ ગુરુવારે ધ્વનિ મતથી પસાર કર્યું હતું.
ભારે હોબાળા
વચ્ચે ગૃહમાં
પસાર કરાયેલા
આ સુધારાનો
ઉદ્દેશ્ય એવી
વર્તમાન કાનૂની
જોગવાઈને દૂર
કરવાનો છે,
જે બેંકો
અને પેમેન્ટ
સેવા પ્રદાતાઓને
સૂચિત ઇલેક્ટ્રોનિક
પેમેન્ટ માધ્યમો
પર ‘મર્ચન્ટ
ડિસ્કાઉન્ટ રેટ’
(એમડીઆર) વસૂલતા
અટકાવે છે.
આરટીજીએસ અને
એનઈએફટી દ્વારા
કરવામાં આવતી
રીઅલ-ટાઇમ
ચૂકવણીઓ માટે
સેવા શુલ્ક
ચૂકવવો પડે
છે. જો
કે, અત્યાર
સુધી યુપીઆઈ
વ્યવહારોને આવા
શુલ્કમાંથી મુક્તિ
આપવામાં આવી
હતી.
નોંધનીય છે
કે, ‘પેમેન્ટ
એન્ડ સેટલમેન્ટ
સિસ્ટમ્સ એક્ટ’માં
સૂચિત ફેરફારો
કરવેરા અંગેના
વ્યાપક કાયદાનો
એક ભાગ
છે, જે
મંગળવારે ગૃહમાં
રજૂ કરવામાં
આવ્યો હતો.