લંડન, તા.6 ઃ પાકિસ્તાન વિરુદ્ધ આ મહિને શરૂ થઈ રહેલી ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીની પહેલા બે મેચની ઇંગ્લેન્ડની ટીમ જાહેર થઈ છે. જો રૂટ પહેલાં જ કપ્તાન નિયુક્ત થઈ ચૂક્યો છે. બીજીવાર નિયમિત કપ્તાન બન્યા પછી તેની આ પહેલી શ્રેણી હશે. 16 ખેલાડીની ઇંગ્લેન્ડ ટેસ્ટ ટીમમાં ચાર ફેરફાર કરાયા છે. શ્રેણીના પહેલા બે ટેસ્ટમાં ડેન લોરેંસ, ઓલી પોપ, બ્રાયડન કાર્સ અને સેમ કૂકની એન્ટ્રી થઈ છે. બીજી તરફ ઇજાને લીધે યુવા બેટસમેન જેકોબ બેથલ બહાર થયો છે. બેન સ્ટોક્સે નિવૃત્તિ લીધી હોવાથી તે પણ હવે ટીમનો હિસ્સો નથી જ્યારે સ્પિનર રેહાન અહમદને પડતો મૂકવામાં આવ્યો છે. ઇંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચેનો પહેલો ટેસ્ટ 19 ઓગસ્ટથી હેડિંગ્લેમાં રમાશે. આ પછી 27 ઓગસ્ટથી લોર્ડસમાં અને 9 સપ્ટેમ્બરથી એજબેસ્ટનમાં બાકીના બે ટેસ્ટ મેચ રમાશે.
ઇંગ્લેન્ડ ટેસ્ટ ટીમઃ જો રૂટ (કેપ્ટન), હેરી બ્રુક (વાઇસ કેપ્ટન), જોફ્રા આર્ચર, ગસ એટકિંસન, શોએબ બશીર, બ્રાઇડન કાર્સ, સેમ કૂક, જોર્ડન ફોક્સ, બેન ડકેટ, મેથ્યૂ ફિશર, એમિલિયો ગે, ડેન લોરેંસ, ઓલી પોપ, ઓલી રોબિન્સન, જેમી સ્મિથ (િવકેટકીપર) અને જોશ ટેંગ.