• શુક્રવાર, 07 ઑગસ્ટ, 2026

ગુજરાતમાં ફરી મેઘરાજા કરશે જમાવટ ઃ શનિ અને રવિ ભારે વરસાદની આગાહી

ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા, માછીમારોને આગામી દિવસોમાં દરિયો ખેડવાની સૂચના

રાજકોટ, અમદાવાદ તા.6 છેલ્લા ચાર-પાંચ દિવસથી ગુજરાતમાં વરસાદની પાંખી હાજરી જોવા મળી છે. અમુક સ્થળોને બાદ કરતા સમગ્ર રાજ્યમાં વરસાદ વરસ્યો નથી. જોકે બે દિવસ બાદ ફરી રાજ્યમાં મેઘાવી માહોલની જમાવટ જોવા મળી શકે છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર 8 અને 9 ઓગસ્ટના રોજ રાજ્યમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા છે.

ગુજરાત પરથી નૈઋત્યના પશ્ચિમી પવનો લોઅર લેવલે ફૂંકાઇ રહ્યા છે તેના પરિણામે આગામી 8 અને 9 તારીખે અનેક જિલ્લાઓમાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપી છે. જે અનુસાર 8 તારીખે સાબરકાંઠા અને અરવલ્લી અને 9 તારીખે બનાસકાંઠા, વાવ-થરાદ, સાબરકાંઠા અને અરવલ્લીમાં ભારે વરસાદ પડી શકે છે. સાથે માછીમારોને આગામી દિવસોમાં દરિયો ખેડવાની સૂચના આપવામાં આવી છે. સિવાય 8 અને 9 તારીખે મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે તેવા વિસ્તારોમાં ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગર, દક્ષિણ ગુજરાતમાં વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડતી દમણ, દાદરા અને નગરહવેલી તેમજ સૌરાષ્ટ્ર-કચ્છમાં સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગિર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવનો સમાવેશ થાય છે.

તેમજ 6 ઓગસ્ટે વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરા-નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. જ્યારે 7 ઓગસ્ટે અરવલ્લી, મહિસાગર, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરા-નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છેઆજે ફક્ત 21 તાલુકાઓમાં એક ઇચથી વરસાદ પડ્યો હતો. નોંધનીય છે કે રાજ્યમાં અત્યાર સુધીમાં સામાન્ય 416 મિમી વરસાદ થવો જોઈએ, જેની સામે 480.9 મિમી વરસાદ થયો છે, જે 16 ટકા વધારે છે.   

ઇ-પેપરના નવા શુલ્ક