રાજકોટ
રેન્જ પોલીસનો દરોડો : પોલીસ કર્મચારી સહિત 23 સામે ગુનો, 3.07 લાખનો મુદ્દામાલ જપ્ત
સુરેન્દ્રનગર,
તા. 5 ઓગસ્ટ: રાજકોટ રેન્જ પોલીસે સુરેન્દ્રનગર જિલ્લાના જોરાવરનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં
શેરબજારના ભાવમાં વધઘટના આધારે ગેરકાયદે જુગાર ચલાવતા મોટા રેકેટનો પર્દાફાશ કર્યો
છે. પોલીસે સ્થળ પરથી 10 લેપટોપ, 29 મોબાઇલ ફોન, 4 પેન ડ્રાઇવ, રોકડ રકમ, નોટબુક, વાઇ-ફાઇ
ઉપકરણો સહિત કુલ 3.07 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પોલીસ
તપાસમાં સામે આવ્યું છે કે નાથાભા કાનાભા રાઠોડ અને પોલીસ કર્મચારી સંજયાસિંહ નાથાભાઈ
રાઠોડ પોતાના સાગરીતો મારફતે ગ્રાહકો ઉભા કરી શેરબજારના ભાવમાં વધઘટ પર ગેરકાયદે સોદાઓ
કરાવતા હતા. આ સોદાઓ વિવિધ બ્રોકરો મારફતે કપાવી નશીબ આધારિત જુગાર રમાડવામાં આવતો
હતો.
દરોડા
દરમિયાન પોલીસે દિવ્યરાજાસિંહ વનરાજાસિંહ ચુડાસમા (રતનપર), વિપુલભાઈ કરશનભાઈ સિંધવ (મેમકા), અરૂણભાઈ મહેન્દ્રભાઈ કોઠારી (રતનપર), દલસુખભાઈ કરશનભાઈ સિંધવ (મેમકા), વિજયભાઈ ગાવિંદભાઈ
દેત્રોજા (રતનપર) તથા નાથાભા કાનાભા રાઠોડ
(રામેશ્વર ટાઉનશીપ)ની અટકાયત કરી છે. આ ઉપરાંત પોલીસ કર્મચારી સંજયાસિંહ નાથાભાઈ રાઠોડ
તથા બ્રોકરો જતીન, લાલો, નિતેશ, એમએનટી, અજય, ડી.આર.સીસી આકાશ (બે વ્યક્તિ), ચિરાગ,
કે.પી.સુરેશ, સની, મિતલ, શ્વેતાંશુ અને પ્રશાંત સહિત કુલ 23 આરોપીઓ સામે જોરાવરનગર
પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
રાજકોટ
રેન્જ પોલીસના જણાવ્યા મુજબ જપ્ત કરાયેલા લેપટોપ અને મોબાઇલ ફોનમાંથી ડિજિટલ પુરાવા
એકત્રિત કરી સમગ્ર નેટવર્ક, નાણાકીય વ્યવહારો અને અન્ય સંડોવાયેલા લોકોની ભૂમિકા અંગે
વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.