• ગુરુવાર, 06 ઑગસ્ટ, 2026

દ્વારકાની ઘડી કંપનીમાં થયેલી ચોરીમાં 7 શખસ રૂ.9.51 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા

ખંભાળીયા,તા.5: દ્વારકાના કુરંગા નજીક આવેલી ઘડી કંપનીમાં થયેલી એલ્યુમીનીયમ અને કોપર વાયર ચોરીના બનાવમાં એલ.સી.બી.ની ટીમે 7 શખસને રૂ.9.51 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. એલ.સી.બી. પી.એસ.આઈ દેવમુરારી તથા પી.એસ.આઈ સવસેટા ટીમ સાથે પેટ્રોલિંગમાં હતા. દરમિયાન સ્ટાફને બાતમી મળી હતી કે, ખંભાળીયા ખાતે રહેતા કેટલાક શખસો કેબલ વાયર ચોરીઓ કરે છે અને હાલ તેઓ કેરી વાહનમાં કેબલ વાયર ભરી ખંભાળિયા પોરબંદર રોડ પરથી પસાર થઈ જામનગર તરફ વેચવા માટે જવાના છે. બાતમીના આધારે એલ.સી.બી. ટીમ દ્વારા વોચ ગોઠવી આરોપી રણજીત ઉર્ફે અંટી નાથા વાઘેલા, વિજય ઉર્ફે વિજલો રાજુ વાઘેલા, રામ રાજુ સોલંકી, મનસુખ ઉર્ફે ટકો ઝવેર સોલંકી, કરણ જેન્તી સોલંકી, અનિલ મનસુખ ભીખા સોલંકી, મહેશ ઉર્ફે મયલો નાનજી બાબુ વઢીયાર નામના શખસોને ચોરીમાં ગયેલા એલ્યુમિનિયમ તથા કોપર વાયર, રોકડા રૂ.4,72,000 તથા કેરી વાહન સહિત કુલ રૂ.9,51,300ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. આરોપીઓની પૂછપરછ કરતા દ્વારકાના કુરંગા નજીક આવેલ ઘડી કંપનીમાંથી વાયરોની ચોરીઓ કરી હોવાની કબૂલાત આપતા વધુ કાર્યવાહી ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક