• શુક્રવાર, 07 ઑગસ્ટ, 2026

ખડગે અને રિજિજુ વચ્ચે શાહ પર સંગ્રામ

રાજ્યસભામાં વિપક્ષી નેતાની માંગ ગૃહમંત્રી ગૃહમાં આવી, પોલીસ કાર્યવાહી  પર નિવેદન આપે, સંસદીય મંત્રી બોલ્યા ખડગે એક વાત વારંવાર કરે છે

નવી દિલ્હી, તા. 6 રાજ્યસભામાં ગુરુવારે ગૃહમંત્રી અમિત શાહ તરફથી પ્રદર્શનકારી છાત્રો પર પોલીસ કાર્યવાહી પર નિવેદન અપાય તેવી માંગ પર વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે અને સંસદીય કાર્યમંત્રી કિરણ રિજિજુ વચ્ચે ઉગ્ર શબ્દયુદ્ધ થયું હતું.

ખડગેએ સભાપતિ સમક્ષ ગૃહમંત્રીને ગૃહમાં બોલાવવાનો આદેશ આપવાની અપીલ કરી હતી. રિજિજુએ આવી અપીલ બાદ ખડગે પર વિપક્ષી નેતાના પદના દુરુપયોગનો આરોપ મૂક્યો હતો. કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ કહ્યું હતું કે, શું હવે મને રિજિજુ પાસેથી શીખવું પડશે ! શું બોલવું છે, ક્યારે બોલવું છે, કેવી રીતે બોલવું છે તે નક્કી કરવું મારો અધિકાર છે.

સત્તાપક્ષ અમારા સાંસદોનું અપમાન કરી રહ્યો છે. હું માત્ર અમિત શાહ સંસદમાં આવીને જવાબ દે, તેવી માંગ કરી રહ્યો છું. ગૃહમાં જેટલીજીએ ખુદ કહ્યું હતું કે, ‘રૂકાવટ લોકતંત્રનો ભાગ છે, તેવું ખડગેએ જણાવ્યું હતું. રિજિજુએ વળતા જવાબમાં કહ્યું હતું કે, કેંગ્રેસ અધ્યક્ષ એક મુદ્દા પર વારંવાર બોલીને સમય બરબાદ કરી રહ્યા છે. નવા વિપક્ષી સભ્યોને બોલવાની તક નથી આપતા. પવન ખેડા કોંગ્રેસના નવા સાંસદ છે. સંસદીય કાર્યમંત્રી તરીકે હું ગૃહમાં તેમને સન્માનિત કરવા માગું છું, પરંતુ મુશ્કેલી છે કે, ખેડાને હજુ સુધી સ્વાગત ભાષણ પણ આપવાનો પણ મોકો નથી મળ્યો, તેવા પ્રહાર રિજિજુએ કર્યા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક