પૂર્વ
રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દની આત્મકથાનાં વિમોચન સમયે મોદી માતાને યાદ કરી ભાવૂક થયા
નવી
દિલ્હી, તા. 12 : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ યુવાનોને આત્મકથાઓ વાંચવા અને બીજાના સંઘર્ષમાંથી
શીખવાની અપીલ કરતા કહ્યું હતું કે, રીલના યુગમાં રહેતા યુવાનોએ યાદ રાખવું જોઈએ કે
શોર્ટકટ નુકસાન પહોંચાડી શકે છે. મોદીએ પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દની આત્મકથા
‘ટ્રાયમ્ફ ઓફ ધ ઇન્ડિયન રિપબ્લિક : માય લાઇફ, માય સ્ટ્રગલ્સ’ના વિમોચન કાર્યક્રમને
સંબોધિત કરતા કહ્યું હતું કે, કોવિન્દનું જીવન બતાવે છે કે દ્રઢ સંકલ્પ કોઈપણ વ્યક્તિને
મુશ્કેલીમાંથી બહાર આવવા અને સર્વોચ્ચ સંવૈધાનિક પદ સુધી પહોંચવામાં કેવી રીતે મદદ
કરી શકે છે. આ દરમિયાન પુસ્તકની એક ઘટનાનો
મોદીએ ઉલ્લેખ કર્યો હતો જેમાં રામનાથ કોવિન્દનાં માતા ઘરમાં લાગેલી આગના સમયે વસ્તુઓ
બચાવી રહ્યા હતા અને આગમાં ફસાઈને તેમનું મૃત્યુ થયું હતું. આ ઘટનાની વાત કરતા પીએમ
મોદી પણ ભાવુક થયા હતા અને કહ્યું હતું કે તેઓ માતાની કમીનો અનુભવ કરે છે.