નવી દિલ્હી, તા. 30 ઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રમુખ મોહન ભાગવતના અમેરિકામાં આપવામાં આવેલા ‘િવવિધતામાં એકતા’વાળાં નિવેદન પર રાજકીય પ્રતિક્રિયાઓ સામે આવી છે. મોહન ભાગવતે કહ્યું હતું કે, જો કોઈ હિન્દુ એવું વિચારે છે કે ભારતમાં કોઈ મુસ્લિમ ન હોવો જોઈએ, તો તે પોતે પણ હિન્દુ રહેશે નહીં. જેના પર રાજ્યસભા સાંસદ કપિલ સિબ્બલે રવિવારે ભાગવતના નિવેદન પર નિશાન સાધતાં કહ્યું કે, માત્ર શબ્દોનું મહત્ત્વ નથી ધરાવતા, પરંતુ કામ પણ દેખાવું જોઈએ.
કોંગ્રેસ નેતા
રાશિદ અલ્વીએ
કહ્યું, ‘પહેલો
સવાલ એ
છે કે
અમેરિકા જઈને
આ બોલવાની
જરૂર કેમ
પડી રહી
છે? જો
ભારતમાં હિન્દુ-મુસ્લિમનો
કોઈ મુદ્દો
જ નથી
તો અચાનક
ત્યાં જઈને
બોલવાની શું
જરૂર? તેનો
અર્થ એ
છે કે,
સમસ્યા છે.
આરએસએસના મુખિયા
પોતાની છબી
બનાવવા માટે
ઢોંગ કરી
રહ્યા છે.’
કપિલ સિબ્બલે
સોશિયલ મીડિયા
પર ભાગવતનાં
નિવેદનને લઈને
લખ્યું-
ન્યૂયોર્કમાં ભાગવતે
કહ્યું- વિવિધતા
આપણી મૂળ
એકતાનો શણગાર
છે. તેની
રક્ષા થવી
જોઈએ. વિદેશમાં
સમજદારીભરી વાતો,
પરંતુ ઘરમાં
ચુપકીદી.