• સોમવાર, 31 ઑગસ્ટ, 2026

કચ્છ સરહદે 432 કરોડના ખર્ચે મહાકાય સુરક્ષા માળખું ઉભું કરાશે

પાકિસ્તાન સરહદે માત્ર જવાનોની તૈનાતી નહીં પરંતુ હવે પાણી-જમીન વચ્ચે આખું ઓપરેશનલ માળખું ઊભું કરવા મેગા ટેન્ડર જાહેર

ઋષિકેશ વ્યાસ

અમદાવાદ, તા.30 કચ્છની પાકિસ્તાન સરહદે હવે સુરક્ષાની લડાઈ માત્ર સરહદ પર ઊભેલા જવાનો અને તેમની સતત નજર સુધી સીમિત રહેવાની નથી. જ્યાં એક તરફ રણ, કાદવ, ખારાશ અને ક્રીકનું બદલાતું ભૂગોળ સુરક્ષા દળો માટે સતત પડકાર ઊભો કરે છે, ત્યાં બીજી તરફ કેન્દ્ર સરકારે દુર્ગમ સરહદી પટ્ટાને મજબૂત માળખાકીય આધાર આપવાની દિશામાં રૂ. 432.09 કરોડના ખર્ચે સુરક્ષા વ્યવસ્થા માટેનું મહાકાય કામ હાથ ધર્યું છે. પ્રોજેક્ટમાં માત્ર સરહદી ચોકીઓ ઊભી કરવાની વાત નથી. જેટી, પહોંચ માર્ગો, કલ્વર્ટ, ઊંચા નિરીક્ષણ ટાવર, ડ્રાજિંગ, પાણી સંગ્રહ, જનરેટર અને આંતરિક વીજળીની સુવિધાઓ સાથે સરહદી કામગીરી માટે જરૂરી સમગ્ર માળખું ઊભું કરવાની યોજના છે.

માટે કેન્દ્રીય જાહેર બાંધકામ વિભાગે કચ્છના ભારત-પાકિસ્તાન સરહદના ક્રીક વિસ્તારમાં માટે પ્લાનિંગ, સામગ્રીની ખરીદી અને બાંધકામ કરીને તૈયાર પ્રોજેક્ટ સરકારને સુપરત કરે તે આધારિત પદ્ધતિથી ટેન્ડર બહાર પાડÎું છે. કામ 32 મહિનામાં પૂરું કરાશે. પ્રોજેક્ટની સૌથી મહત્ત્વની બાબત છે કે, કચ્છના ક્રીક વિસ્તારમાં સરહદી સુરક્ષા માટે જરૂરી અલગ અલગ સુવિધાઓને છૂટાછવાયા કામ તરીકે નહીં પરંતુ એક મોટા માળખાકીય પેકેજ તરીકે વિકસાવવાની કવાયત થઈ રહી છે એટલે કે સરહદી ચોકી ઊભી થશે પરંતુ તે ચોકી સુધી પહોંચવાનો માર્ગ પણ હશે. પાણીના વિસ્તારમાં કામગીરી માટે જેટી પણ હશે, ઊંચાઈ પરથી નજર રાખવા માટે નિરીક્ષણ ટાવર પણ હશે અને મુશ્કેલ જળપ્રદેશમાં જરૂરી ડ્રાજિંગની કામગીરી પણ કરવામાં આવશે.

કચ્છની ભારત-પાકિસ્તાન સરહદનો ક્રીક વિસ્તાર સામાન્ય જમીની સરહદ જેવો નથી. અહીં સુરક્ષા વ્યવસ્થાને એકસાથે જમીન અને જળપ્રદેશ બન્નેની વાસ્તવિકતા સાથે કામ કરવું પડે છે. આવી સ્થિતિમાં સરહદી ચોકી સુધી માણસો, વાહનો અને સામગ્રી પહોંચાડવી હોય કે જળમાર્ગથી કામગીરી કરવી હોય, તો માત્ર ચોકીની ઇમારત પૂરતી નથી. સંદર્ભમાં નવા પ્રોજેક્ટમાં જેટી અને ડ્રાજિંગનો સમાવેશ કરાયો છે.

જેટી જળમાર્ગ આધારિત અવરજવર અને કામગીરી માટે જરૂરી માળખું પૂરું પાડશે જ્યારે ડ્રાજિંગનો સમાવેશ ક્રીકના જળમાર્ગને કામગીરીલાયક રાખવા સાથે સંબંધિત છે. આખી યોજના મૂળભૂત રીતેચોકી બનાવોથી આગળ વધીને ચોકીને સતત કાર્યરત રાખવા માટે જરૂરી આખું માળખું બનાવાશે.

વાસ્તવમાં ક્રીક વિસ્તારમાં સુરક્ષા સૌથી મોટો પડકાર છે કેમ કે અહીં જમીન અને પાણી વચ્ચેની સરહદ પ્રોજેક્ટને મોટો બનાવે છે. જે પાંચ અલગ ક્રીક વિસ્તારમાં વહેંચાયેલો છે. જે મુજબ રામેશ ચેનલ, ઈશ્વર ચેનલ, દેવેન્દ્ર ચેનલ, વિક્રમ ચેનલ અને દાફા-ઈંઈં. એટલે રૂ. 432.09 કરોડનું રોકાણ કોઈ એક સરહદી ચોકી કે એક સ્થળ પૂરતું નથી પરંતુ દરેક સ્થળે ચોક્કસ કેટલા માળખા ઊભા થશે.

કચ્છની સરહદ હવેચોકીથીસંપૂર્ણ માળખા તરફ આગળ વધશે

કચ્છની પાકિસ્તાન સરહદે પાંચ ક્રીક વિસ્તારમાં સરહદી ચોકીઓ સાથે જેટી, પહોંચ માર્ગો, કલ્વર્ટ, નિરીક્ષણ ટાવર, ડ્રાજિંગ, પાણી સંગ્રહ, જનરેટર અને આંતરિક વીજળી, બધું એક પ્રોજેક્ટમાં જોડાયું છે અને કચ્છના ભૂગોળને જોતા સૌથી મોટો ગુજરાત એંગલ છે. જે સરહદ પર પાણી અને જમીન વચ્ચેની રેખા પણ પડકારરૂપ છે, ત્યાં સુરક્ષાનું માળખું પણ હવે જમીન પૂરતું નહીં રહે, પાણી સુધી પહોંચશે, ઊંચાઈ પરથી નજર રાખશે અને સરહદી ચોકીને સતત કાર્યરત રાખવા માટે જરૂરી આધાર આપશે. સંવેદનશીલ સરહદ પર ઊભું થનારું માળખું માત્ર બાંધકામની નવી શ્રેણી નહીં પરંતુ સરહદની કામગીરી કરવાની ક્ષમતામાં લાંબા ગાળાનું રોકાણ બની શકે છે.

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક