• સોમવાર, 31 ઑગસ્ટ, 2026

ઇંગ્લેન્ડ સામેના બીજા ટેસ્ટમાં પાકિસ્તાન નિશ્ચિત હાર ભણી

389 રનના વિજય લક્ષ્યાંક સામે 135 રનમાં 5 વિકેટ ગુમાવી

 

લંડન તા.30: ઇંગ્લેન્ડ વિરૂધ્ધના બીજા ટેસ્ટમાં પાકિસ્તાન ટીમની હાર નિશ્ચિત સમાન બની છે. 389 રનના વિજય લક્ષ્યનો પીછો કરી રહેલી પાકિસ્તાને ટીમે ચોથા દિવસની રમતમાં ચાના સમય બાદ 13પ રનમાં પ વિકેટ ગુમાવી દીધી હતી. ઇંગ્લેન્ડની બોલિંગનો એકમાત્ર સૂદ શકીલે સામનો કર્યોં હતો. તે 103 દડામાં 11 ચોક્કાથી 74 રને રમતમાં હતો. કપ્તાન બાબર આઝમની નિષ્ફળતા ચાલુ રહી હતી. તે 6 રને જોફ્રા આર્ચરના શોર્ટ પિચ બાઉન્સરમાં આઉટ થયો હતો. અઝાન અવૈસ 6, અબ્દુલ્લા શફીર 0 અને મોહમ્મદ રિઝવાન 1 રને આઉટ થયા હતા. ઈંગ્લેન્ડ તરફથી ફરી એકવાર ઓલિ રોબિન્સને કાતિલ બોલિંગ કરીને 4 વિકેટ લીધી હતી. આ પહેલા આજે ઈંગ્લેન્ડનો બીજો દાવ 208 રને સમાપ્ત થયો હતો. જેમાં ડેન લોરેન્સના પ4, હેરી બ્રુકના 34 અને એમિલિયો ગેના 31 રન મુખ્ય હતા. પાક. તરફથી મોહમ્મદ અબ્બાસે પ વિકેટ લીધી હતી. તેની મેચમાં કુલ 9 વિકેટ થઇ છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક