ક્ષ ડીઇસી મનીષ ગર્ગના નિર્ણય સામે વાંધાના અહેવાલ સામે આવ્યા
નવી
દિલ્હી, તા. 3 : મુખ્ય ચૂંટણી કમિશન જ્ઞાનેશ કુમાર મુદ્દે વિવાદ ચાલી રહ્યો છે અને
તેમનાં રાજીનામાની માગણી કરવામાં આવી રહી છે. તેવામાં ચૂંટણી પંચના વધુ એક અધિકારીનાં
કામકાજને લઈને વિવાદ ઘેરો બની રહ્યો છે. એક રિપોર્ટ અનુસાર જુલાઈ મહિનામાં બે ચૂંટણી
કમિશનર સુખબીર સિંહ સંધૂ અને વિવેક જોશીએ કેબિનેટ સચિવ ટીવી સોમનાથને અલગ અલગ પત્ર
લખીને વરિષ્ઠ ઉપ ચૂંટણી કમિશનર (ડીઈસી) મનીષ ગર્ગના એક નિર્ણય ઉપર સવાલ ઉઠાવ્યા હતા.
આ મામલો
ચૂંટણી પંચના ડીજી-આઇટી સીમા ખન્નાની ફાઈલોની સમીક્ષા સંબંધિત છે. મનીષ ગર્ગે એક આદેશ
જાહરે કરીને ડીજીની ફાઇલોને ઉપ ચૂંટણી કમિશનર સંજય કુમાર પાસે મોકલવાની વ્યવસ્થાને
ખતમ કરી હતી. બન્ને ચૂંટણી કમિશનરે પોતાના પત્રમાં લખ્યું હતું કે, સંજય કુમાર એક અનુભવી
અધિકારી છે અને તેમને ચૂંટણી પ્રક્રિયાની ઊં1ડી સમજ છે. તેવામાં આઇટી વિભાગ ઉપરથી તેમના
સ્તરની દેખરેખને હટાવવી નિયમોનું ઉલ્લંઘન છે.
વિવાદ
વધ્યા બાદ ગયા અઠવાડીયે પંચે એક સ્પષ્ટીકરણ જાહેર કર્યું હતું કે, આ મામલો કોઈ નીતિગત
વિવાદ કે આઇટી વિભાગનાં કામકાજ સંબંધિત નથી પણ આયોગમાં પ્રતિનિયુક્તિ ઉપર તૈનાત એક
અધિકારીનાં આચરણ સુધી સીમિત હતો. આયોગ અનુસાર મનીષ ગર્ગનો આદેશ ક્યારેય પૂરી રીતે લાગુ
થયો નથી અને આઇટી વિભાગ ઉપર ઉપ ચૂંટણી કમિશનરની દેખરેખ યથાવત્ રહી છે.