• શનિવાર, 03 ઑક્ટોબર, 2026

ત્રણ વર્ષ બાદ અદાણી અવ્વલ

દિગ્ગજ ઉદ્યોગપતિની સંપત્તિ 10.85 લાખ કરોડ, મુકેશ અંબાણી બીજા સ્થાને

મુંબઇ, તા. 2 : દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ ગૌતમ અદાણી ત્રણ વર્ષ બાદ ફરી ભારતના સૌથી અમીર બની ગયા છે. અદાણી જૂથના અધ્યક્ષ અને તેમના પરિવારની કુલ સંપત્તિ 10.85 લાખ કરોડ રૂપિયા થઇ ગઇ છે. વિતેલા વર્ષની તુલનાએ અદાણીની સંપત્તિમાં 1.99 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે. ફોર્બ્સની 2026ની ભારતના 100 ટોચના ધનિકોની યાદીમાં આવી જાણકારી અપાઇ હતી. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીટના અધ્યક્ષ મુકેશ અંબાણી બીજા સ્થાને આવી ગયા છે. અંબાણીની સંપત્તિ 1.80 લાખ કરોડના ઘટાડા સાથે 8.3 લાખ કરોડ રૂપિયા થઇ ગઇ છે. વિવિધ કારોબારોમાં માર્જિન પર દબાણની અસર રિલાયન્સના શેરો પર પડી છે.

ઇ-પેપરના નવા શુલ્ક