ફ્લેટના પરિસરમાં ગંભીર ઇજાગ્રસ્ત મળ્યો યુવકઃ હત્યાનો ગુનો નોંધી પોલીસે તપાસ શરૂ કરી
(અમારા પ્રતિનિધિ
તરફથી)
અમદાવાદ, તા.
3ઃ અમદાવાદના
ઈસનપુર વિસ્તારમાં
21 વર્ષીય કોલેજીયન
યુવક ગંભીર
ઇજાગ્રસ્ત હાલતમાં
મળી આવ્યા
બાદ સારવાર
દરમિયાન તેનું
મોત થતાં
ચકચાર મચી
છે. સરદાર
પટેલ સ્કૂલ
પાછળ આવેલા
તીર્થભૂમિ એપાર્ટમેન્ટના
પરિસરમાં યુવક
ગંભીર ઇજાઓ
સાથે મળી
આવ્યો હતો.
પ્રાથમિક તપાસમાં
તેના શરીર
પર તીક્ષ્ણ
હથિયારના ઘા
સહિતની ઇજાઓ
મળી હોવાનું
સામે આવ્યું
છે. ઘટનાને
પગલે ઈસનપુર
પોલીસે હત્યાનો
ગુનો નોંધી
તપાસ શરૂ
કરી છે.
મૂળ ભાવનગરના
અને હાલ
અમદાવાદમાં રહેતા
જીગર સોલંકી
(ઉ.21) ગોતા
ખાતે આવેલી
સિલ્વર ઓક
કોલેજમાં બી.વોક
ફાયનાન્સનો અભ્યાસ
કરતો હતો.
તે છેલ્લા
અઢી મહિનાથી
તેના મામા
હર્ષિતભાઈ ચૌહાણ
(ઉ.44) સાથે
રહેતો હતો.
હર્ષિતભાઈ વ્યવસાયે
વકીલ છે.
જીગર મિત્રને
મળવા બાઈક
પર ઘરેથી
નીકળ્યા બાદ
ઈસનપુરના તીર્થભૂમિ
એપાર્ટમેન્ટના પરિસરમાં
ગંભીર હાલતમાં
મળી આવ્યો
હતો. મામા
હર્ષિતભાઈએ તેને
હોસ્પિટલ ખસેડ્યો
હતો, જ્યાં
સારવાર દરમિયાન
તેનું મોત
થયું હતું.
પોલીસે સીસીટીવી
ફૂટેજની તપાસ
સાથે સ્નિફર
ડોગની મદદથી
તપાસ આગળ
ધપાવી છે.
હુમલા પાછળનું
કારણ અને
સંડોવાયેલા શખ્સો
અંગે પોલીસ
તપાસ ચાલુ
છે.