• રવિવાર, 04 ઑક્ટોબર, 2026

નવા સત્યાગ્રહનો સમય : રાહુલે લોન્ચ કરી વેબસાઇટ

ક્ષ          લોકોને પોતાના સંઘર્ષની વાત વેબસાઇટ ઉપર કરવા અપીલ કરી

નવી દિલ્હી, તા. 3 : કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને લોકસભામાં નેતા પ્રતિપક્ષ રાહુલ ગાંધીએ શનિવારે સત્યાગ્રાહ નામના એક નવા મંચની શરૂઆત કરી હતી. જેનો હેતુ દેશભરમાં પોતાના અધિકારો અને ન્યાય માટે સંઘર્ષ કરી રહેલા લોકોનો અવાજ એક મંચ ઉપર લાવવાનો છે. રાહુલ ગાંધીએ મહાત્મા ગાંધીની જયંતી ઉપર આ શરૂઆત કરી હતી અને તેના સંબંધિત વેબસાઇટની લિંક પણ શેર કરી હતી.  એક વીડિયો જાહેર કરીને કહ્યું હતું કે જેનઝી, છાત્ર, કિસાન, આદિવાસી, દલિત, મહિલાઓ દરેકના સંઘર્ષની પોતાની વાત છે. જે દબાવી દેવામાં આવે છે. દેશભરમાં લોકો અન્યાય સામે અવાજ ઉઠાવી રહ્યા છે. નેતા પ્રતિપક્ષ તરીકે લોકોનો અવાજ તેમનો અવાજ છે. હવે નવા સત્યાગ્રહનો સમય છે. લોકો ક્યા મુદ્દે સંઘર્ષ કરી રહ્યા છે તે પોતે સાંભળશે.

 રાહુલ ગાંધીએ આગળ કહ્યું હતું કે, પૂરા દેશમાં સત્યને દબાવવામાં આવી રહ્યું છે. દેશના અલગ અલગ હિસ્સામાં ઘણા વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. ક્યાંક જમીન માટે, કયાંક મહિલાઓના અધિકાર માટે, દલીતો અને ઓબીસી અધિકારો તેમજ શિક્ષા માટે થઈ રહ્યા છે. આ તમામ સંઘર્ષના મુદ્દાને એક મંચ ઉપર લાવવા અને તેમાં મદદ કરવા અભિયાન ચલાવવામાં આવશે.

ઇ-પેપરના નવા શુલ્ક