• રવિવાર, 04 ઑક્ટોબર, 2026

ઓપનર તરીકે રોહિત શર્માના સૌથી ઝડપી 10 હજાર રન

સચિન તેંડુલકરનો વર્લ્ડ રેકોર્ડ તોડયો

ચંડીગઢ, તા.3 : ન્યૂ ચંદીગઢ ખાતે વેસ્ટ ઇન્ડિઝ સામે રમાયેલી ત્રીજી વનડેમાં ભારતીય દિગ્ગજ રોહિત શર્માએ બાટિંગનો નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. ઇનિંગ્સનો બીજો રન પૂરો કરતાંની સાથે જ ‘િહટમેન’ વનડે ક્રિકેટમાં ઓપનર તરીકે સૌથી ઝડપી 10,000 રન બનાવનાર વિશ્વનો પ્રથમ બેટર બની ગયો છે. રોહિતે આ સિદ્ધિ માત્ર 202 ઇનિંગ્સમાં પોતાના નામે કરીને મહાન બેટ્સમેન સચિન તેંડુલકરનો 214 ઇનિંગ્સનો વર્લ્ડ રેકોર્ડ ધ્વસ્ત કર્યો છે.

મુકાબલામાં વિસ્ફોટક લયમાં જોવા મળેલા રોહિતે 85 બોલમાં 10 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 92 રનની તોફાની ઇનિંગ્સ રમી હતી, તે માત્ર 8 રનથી સળંગ બીજી સદી ફટકારવાથી ચૂકી ગયો હતો. ઉલ્લેખનીય છે કે, વનડે ક્રિકેટના ઇતિહાસમાં ઓપનર તરીકે 10 હજાર રનનો આંકડો પાર કરનારા વિશ્વમાં માત્ર ચાર જ બેટ્સમેન છે, જેમાં રોહિત શર્મા (202 ઇનિંગ્સ) હવે સચિન તેંડુલકર (214), ક્રિસ ગેલ (268) અને સનથ જયસૂર્યા (303)થી આગળ નીકળીને ટોચ પર પહોંચી ગયો છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક