6,994 બિટકોઈનની હેરાફેરીના આક્ષેપો, ઈડીએ પૂછપરછ માટે કસ્ટડી માગતાં સ્પેશિયલ કોર્ટે મંજૂરી આપી
સુરત,
તા. 10: કરોડો રૂપિયાના બિટકોઈન કૌભાંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ મુખ્ય આરોપી
દિવ્યેશ ધનસુખલાલ દરજીની ધરપકડ કરી હતી. તેને સ્પેશિયલ ઈડી કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે
14 ઓક્ટોબર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. રોકાણકારોને ઊંચા વળતરની લાલચ આપી મોટા
પાયે નાણાં મેળવવા અને બિટકોઈનની હેરાફેરી કરવાના આક્ષેપોની તપાસ ચાલી રહી છે.
તપાસ
એજન્સીના જણાવ્યા મુજબ, આ પ્રકરણમાં આશરે રૂ.690 કરોડના કૌભાંડ અને 6,994 બિટકોઈન સંબંધિત
હેરાફેરીના આક્ષેપો છે. ઈડીની તપાસમાં વર્ષ 2024 દરમિયાન કેટલાક બિટકોઈન ગેરકાયદે વેચી
તેની રકમ પરિવારના સભ્યોમાં વહેંચવામાં આવી હોવાની વિગતો પણ સામે આવી હોવાનું જણાવાયું
છે. મનીલોન્ડારિંગ અને હવાલા મારફતે નાણાંની હેરફેરની આશંકાને પગલે એજન્સીએ વધુ પૂછપરછ
માટે રિમાન્ડ માગ્યા હતા.
બીજી
તરફ, આરોપીના વકીલ કેતન રેશમવાલાએ રિમાન્ડ અરજીનો વિરોધ કર્યો હતો. તેમણે દલીલ કરી
હતી કે સીઆઈડી ક્રાઈમે અગાઉ તપાસ પૂર્ણ કરી ચાર્જશીટ રજૂ કરી હતી અને દિવ્યે શદર જીઈડીના
સમન્સ પર 11 વખત હાજર રહ્યો હતો. જો કે, બચાવ પક્ષની દલીલો છતાં કોર્ટે 14 ઓક્ટોબર
સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા. હવે ઈડી આરોપીની પૂછપરછ કરી નાણાકીય વ્યવહારો અંગે
વધુ વિગતો મેળવશે.