• ગુરુવાર, 15 ઑક્ટોબર, 2026

અમેરિકામાં ભારતીયોને વધુ એક ફટકો

વર્ક પરમિટનો 540 દિવસનો ગ્રેસ પીરિયડ કાયમ માટે નાબૂદ

વોશિંગ્ટન, તા. 14 : યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટી (ઉઇંજ) દ્વારા ઇમિગ્રન્ટ્સના હિતમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. એક અહેવાલ મુજબ, ઉઇંજ દ્વારા એવી નીતિને કાયમી ધોરણે સમાપ્ત કરવાનો નિર્ણય લીધો છે, જેની મદદથી ઘણા ઇમિગ્રન્ટ્સ તેમની વર્ક પરમિટ એક્સપાયર થયા પછી પણ, રિન્યુઅલ અરજી પેન્ડિંગ હોય ત્યારે વધારાના 540 દિવસ સુધી કામ ચાલુ રાખી શકતા હતા. આ નવો અંતિમ નિયમ 14 ઓક્ટોબરે ફેડરલ રજિસ્ટરમાં પ્રકાશિત થવાની સાથે જ લાગુ થઈ ગયો છે.

ઓટોમેટિક એક્સટેન્શન બંધ: વર્ક પરમિટ રિન્યૂઅલ માટે અરજી પેન્ડિંગ હોય તે દરમિયાન મળતું ઓટોમેટિક એક્સટેન્શન હવે નાબૂદ કરવામાં આવ્યું છે. એટલે કે, પરમિટની મુદત પૂરી થતાં જ કામદારનો કામ કરવાનો અધિકાર પણ સમાપ્ત થઈ જશે, ભલે તેનું રિન્યૂઅલ પેન્ડિંગ કેમ ન હોય.

અગાઉ આ 540 દિવસની એક્સટેન્શન વિન્ડો એટલા માટે દાખલ કરવામાં આવી હતી કે યુએસ સિટીઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિસમાં પ્રોસાસિંગમાં થતા વિલંબના કારણે કોઈપણ ઇમિગ્રન્ટ કામદારને નોકરીમાંથી હાથ ધોવા ન પડે.

ભારતનો GDP 7% રહેશે : IMF

મુંબઈ, તા. 14 : વર્લ્ડ બેંક પછી આઇએમએફએ પણ ભારતનં જીડીપીનાં વિકાસનાં અંદાજમાં વધારો કર્યો છે. આઇએમએફએ જણાવ્યું છે કે ક્રૂડ ઓઇલનાં ઊંચા ભાવ અને ભૂરાજકીય અનિશ્ચિતતાઓ છતાં મજબૂત ઘરેલુ માંગ અને સર્વિસ સેક્ટરનાં સારા દેખાવને કારણે ભારતમાં વિકાસને ટેકો મળી રહ્યો છે. ઈન્ટરનેશનલ મોનિટરી ફન્ડ (આઈએમએફ)એ વર્તમાન નાણાકીય વર્ષમાં દેશના આર્થિક વિકાસ દરના અંદાજને 6.40 ટકા પરથી વધારી 7 ટકા કર્યો છે. ઘરઆંગણે માંગ અને સેવા ક્ષેત્રની પ્રવૃત્તિમાં મજબૂતાઈને કારણે વૈશ્વિક આર્થિક સંક્ટ સામે ટકી રહેવામાં ભારતને મદદ મળી છે.  ક્રૂડ તેલના ઊંચા ભાવ તથા ભૌગોલિક રાજકીય તંગદિલી વચ્ચે પણ આઈએમએફ દ્વારા આર્થિક વિકાસ દરમાં જુલાઈની સરખામણીએ વધારો કરાયો છે.

ઇ-પેપરના નવા શુલ્ક