• બુધવાર, 14 ઑક્ટોબર, 2026

ICC વન-ડે રેન્કિંગમાં મંધાના નંબર વન

વન-ડે બાલિંગ રેન્કિંગમાં દીપ્તિ શર્મા એક સ્થાન સરકીને નવમા સ્થાને

નવી દિલ્હી, તા.13 : આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ દ્વારા જાહેર કરવામાં આવેલી તાજા મહિલા વન-ડે બાટિંગ રેન્કિંગમાં ભારતની નવનિયુક્ત સુકાની સ્મૃતિ મંધાનાએ 790 રાટિંગ પોઇન્ટ્સ સાથે પોતાનું વિશ્વનું નંબર વન સ્થાન અકબંધ રાખ્યું છે. બીજી તરફ, ઓસ્ટ્રેલિયાની દિગ્ગજ ઓલરાઉન્ડર એલિસ પેરી 650 પોઇન્ટ્સ સાથે ટોપ-10માં વાપસી કરતાં દસમા સ્થાને પહોંચી છે. ભારતીય ટીમની પૂર્વ સુકાની હરમનપ્રીત કૌર બાટિંગ ચાર્ટમાં નવમા સ્થાને યથાવત્ રહી છે.

વન-ડે બાલિંગ રેન્કિંગમાં ઓફ-સ્પિનર દીપ્તિ શર્મા એક સ્થાન સરકીને નવમા સ્થાને આવી ગઈ છે, જ્યારે વન-ડે ઓલરાઉન્ડર્સમાં તે છઠ્ઠો ક્રમાંક ધરાવે છે. વૈશ્વિક સ્તરે ભારતીય મહિલા ટીમ વન-ડે તેમજ ટી 20 બન્ને ફોર્મેટમાં ત્રીજાં સ્થાને અડગ છે.

 ટી20 આંતરરાષ્ટ્રીય રેન્કિંગમાં ભારતની વિસ્ફોટક ઓપનર શેફાલી વર્મા ચોથા, સ્મૃતિ મંધાના પાંચમા અને હરમનપ્રીત કૌર દસમા ક્રમે છે. ટી20 બાલિંગ ચાર્ટમાં શ્રી ચરણી અને દીપ્તિ શર્માએ ટોચનાં બે સ્થાન પર કબજો જમાવી ભારતનો દબદબો સાબિત કર્યો છે. આ ઉપરાંત ટી20 ઓલરાઉન્ડર્સની ટોપ-10 યાદીમાં દીપ્તિ ચોથાં સ્થાને રહીને એકમાત્ર ભારતીય ખેલાડી તરીકે સ્થાન જાળવી શકી છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક