વર્તમાન
બજેટમાં નાણામંત્રીએ કરી ફાળવણી
શહેરના
વિકાસને મળશે વેગ: ડો. દર્શિતા શાહ
રાજકોટ,
તા. 9: રાજકોટ શહેરમાં વર્ષ 2025-26ના વર્ષમાં રૂપિયા રૂ.964.25 કરોડના વિકાસના કામોના
આયોજનની વાતો રજૂ કરવા બદલ નાણામંત્રી કનુભાઈ દેસાઈ સમક્ષ રાજકોટના ધારાસભ્ય ડો.દર્શિતાબેન
શાહે આભાર વ્યક્ત કર્યો હતો.
અંદાજપત્ર
પરની સામાન્ય ચર્ચાના અંતિમ દિવસે ડૉ.દર્શિતા શાહે રાજકોટ શહેર પહેલા જે હતું અને છેલ્લા
બે દશકમાં જે વિકસ્યું છે તેનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે સ્વર્ણિમ જયંતિ શહેરી
વિકાસ યોજના અને સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ રૂપિયા 1000કરોડની મળેલી ગ્રાન્ટ પછી
રાજકોટ એ વિકાસમાં પાછું વળીને જોયું નથી અને એટલે જ ઝડપથી વિકાસ પામી રહેલા શહેરમાં
રાજકોટનો સમાવેશ થયો છે. તે અમારા સૌ રાજકોટવાસીઓ માટે ગૌરવ છે. તેમણે રાજકોટના વિકાસને એ ટુ ઝેડના 26 અક્ષરોમાં
વર્ણવી જે સુવિધા વિકસાવી છે તેનુ વર્ણન કરી ’રાજકોટ રંગીલુ’નું ગાન રજૂ કર્યુ હતું.
ગુજરાતના
વિકાસનો ઉલ્લેખ કરી તેમણે જણાવ્યું હતું કે ગુજરાતમાં શહેરોના વિકાસની ગતિને વેગીલી
બનાવવાની દ્રષ્ટિ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના મુખ્યમંત્રી તરીકેના સમય દરમિયાન
આપી હતી. સ્માર્ટ સિટી પ્રોજેક્ટ તેમનો ડ્રીમ પ્રોજેક્ટ થકી આ વિકાસની ગતિ બેવડાઈ હોવાનું
પણ તેમણે ગર્વભેર કહી જણાવ્યુ હતું કે કેશુબાપા, મોદી સાહેબ અને વિજય રૂપાણી એમ ત્રણ
ત્રણ મુખ્યમંત્રી અમારા રાજકોટે આપ્યા છે.
તેમણે
પૂર્વ નાણામંત્રી વજુભાઈ વાળાએ ગૃહમાં રજૂ કરેલા 18અંદાજપત્રોનો ઉલ્લેખ કરી કહ્યું
હતું તે પણ રાજકોટના છે.