• બુધવાર, 02 એપ્રિલ, 2025

કાગદડી ગામે બે ભાઈઓના મકાનમાંથી રૂ.1.97 લાખની મતાનો હાથફેરો

વેપારીની કારમાંથી રોકડની અને ટ્રકના વ્હીલ અને પ્લેટની ચોરી

રાજકોટ, તા.9 : મોરબી હાઈવે પરના કાગદડી ગામના પાટીયા પાસે પહેલા રહેતા અને મજુરી કામ કરતા વશરામભાઈ જેઠાભાઈ  જાદવ નામના વૃધ્ધ અને પડોશમાં રહેતા ભાઈ હીરાભાઈના મકાનમાં તસ્કરો ખાબકયા હતા અને રૂ.1.80 લાખની રોકડ અને સોના-ચાંદીના દાગીના મળી કુલ રૂ.1.97 લાખની મતાનો હાથફેરો કરી ફરાર થઈ ગયા હતા.

આ બનાવ અંગે પોલીસે વશરામભાઈ જાદવની ફરિયાદ પરથી અજાણ્યા શખસો વિરુધ્ધ ગુનો નોંધ્યો હતો. પોલીસની પ્રાથમિક  તપાસમાં વશરામભાઈ તેની પુત્રી હંસાને ડાયાબીટીસ હોય રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર કરાવવા માટે આવ્યા હતા. ત્યારે બંધ મકાનમાં તસ્કરો ખાબકયા હતા અને કબાટમાંથી રૂ.10 હજારની રોકડ, ચાંદીના સાંકળા, ચાંદીનું મંગંળસુત્ર તેમજ કાનનો દાણા સહિતની મતાની ચોરી કરી હતી.

બાદમાં બાજુમા આવેલા વશરામભાઈના ભાઈ હીરાભાઈના મકાનમાં તસ્કરો ખાબકયા હતા અને લોખંડની પેટી તોડી રૂ.1.70 લાખની રોકડ તેમજ સોનાના દાગીનાની ચોરી કરી કુલ રૂ.1.97 લાખની મતાનો હાથફેરો કરી ફરાર થઈ ગયા હતા. પોલીસે આ બનાવમાં કોઈ જાણભેદુ હોવાની શંકા વ્યકત કરી તપાસ હાથ ધરી હતી.

ટ્રક : નવાગામ મેઈન રોડ પર આવેલા સર્વિસ સ્ટેશન પાસે પાર્ક કરેલા ટ્રકમાંથી રૂ.60 હજારની કિંમતનો વ્હીલ પ્લેટ સાથેનો જોટો તસ્કરો ઉઠાંતરી કરી ગયાની મોરબી રોડ પર સેટેલાઈટ ચોકમાં શ્રી રેસી.માં રહેતા અને અમદાવાદ હાઈવે પર અંબીકા ટ્રક બોડી રીપેરીગ નામે ગેરેજ ધરાવતા રાકેશભાઈ કનુભાઈ આસોડીયા નામના યુવાને પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા શખસ વિરુધ્ધ ગુનો નોંધ્યો હતો.

કાર : એરપોર્ટ રોડ રેસકોર્ષ પાર્કમાં રહેતા વેપારી સંગ્રામસિંહ દલપતસિંહ રાઠોડને પરિવાર સાથે બહાર જમવા જવાનું હોય અને આદીનાથ ટાવરમાં રહેતી ધર્મની બહેન પુજાબેનને તેડવા માટે ગયા હતા અને સંગ્રામસિહનો પરિવાર પુજાબેનને તેડવા ગયા હતા ત્યારે વાર લાગતા સંગ્રામસિહ કારના કાચ ખુલ્લા રાખીને ગયા હતા અને કારના ડેસ્ક બોર્ડ પર રૂ.ર8 હજારની રકમ રાખી હતી અને પરત આવતા આ રકમ કોઈ ગઠીયો ઉઠાંતરી કરી ફરાર થઈ ગયો હતો. પોલીસે સંગ્રામસિહ રાઠોડની ફરિયાદ પરથી અજાણયા શખસ વિરુધ્ધ ગુનો નોંધ્યો હતો.

 

ઇ-પેપરના નવા શુલ્ક