• સોમવાર, 31 માર્ચ, 2025

હોળી-ધુળેટીમાં વતન જવા ગોધરા પંથકના શ્રમિકો માટે દોડશે વિશેષ બસ

મેટોડા, શાપર કે અન્ય કોઈ વિસ્તારમાંથી એકસાથે 50-51 મુસાફરો થશે તો ત્યાં આવીને ઉભી રહેશે એસટી બસ

રાજકોટ, તા. 9: ગુજરાત એસ.ટી. નિગમ દ્વારા ધુળેટીના આ પર્વે સવિશેષ આયોજન કરાતા 1200 જેટલી એકસ્ટ્રા બસ વડે કુલ 7100 જેટલી ટ્રીપોનું એક્સ્ટ્રા સંચાલન કરવાની તૈયારી હાથ ધરી છે. એસટી નિગમ દ્વારા રાજ્યના પંચમહાલ, દાહોદ, ઝાલોદ, ગોધરા, સંત રામપુર, છોટાઉદેપુર વગેરે જિલ્લાના નાગરિકો હોળી- ધૂળેટી જેવા તહેવારોમાં વતન તરફ મુસાફરી કરતા હોય છે. ત્યારે તેમની સવલત માટે અમદાવાદ, રાજકોટ, અમરેલી, જુનાગઢ, ભાવનગર અને ભુજ જેવા વિસ્તારમાંથી ગોધરા, દાહોદ, ઝાલોદ, છોટાઉદેપુર વિગેરે જગ્યાએ જવા માટે વધારાની ટ્રીપો સંચાલિત કરવામાં આવશે. જ્યારે ડાકોર અને દ્વારકા જવા માટે 500 બસો દ્વારા 4000 જેટલી ટ્રીપો સંચાલિત કરાશે. એસટી તમારા આંગણે યોજના અનુસાર એકસાથે 50 જેટલા મુસાફરો મેટોડા-શાપર કે અન્ય કોઈ વિસ્તારમાં થઈ જશે તો તેમને બસ સ્ટેન્ડ આવવાને બદલે એસટીની બસ ત્યાંથી મુસાફરોને લઈ જશે. નિગમ દ્વારા કરવામાં આવનાર એક્સ્ટ્રા સંચાલન અન્વયેની સર્વિસનું ડેપો ખાતેથી તથા નિગમની વેબસાઈટ |||.લતાિભિં.શક્ષ  ઉપરથી અને નિગમની મોબાઈલ એપ્લીકેશન પરથી તમામ મુસાફરો એડવાન્સ અને કરંટ ઓનલાઈન બાકિંગનો લાભ મેળવી શકશે.

ઇ-પેપરના નવા શુલ્ક