• શનિવાર, 31 મે, 2025

13 વર્ષની દુષ્કર્મ પીડિતાને ગર્ભપાતની મંજૂરી બાદ પ્રસૂતિ : બાળકીને આપ્યો જન્મ

 સગીરા માતા અને નવજાત પુત્રી એક સપ્તાહ સુધી દેખરેખ હેઠળ રખાશે

 

રાજકોટ, તા. 18: રાજકોટ શહેરની 13 વર્ષની દુષ્કર્મ પીડિતાને ગર્ભપાતની મંજુરી અપાયા બાદ પ્રસૂતિ થઈ હતી. સગીરાએ બાળકીને જન્મ આપ્યો હતો. પ્રસુતિ બાદ 13 વર્ષીય સગીરા માતા અને નવજાત પુત્રને એક સપ્તાહ સુધી દેખરેખ હેઠળ રાખવામાં આવશે.

13 વર્ષીય સગીરા સાથે તેના જ પિતરાઈ ભાઈ અને પિતરાઈ ભાઈના મિત્રએ મળી અવારનવાર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી દીધાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. ત્યારબાદ એક સપ્તાહ પહેલા હાઈકોર્ટે સગીરાના 33 સપ્તાહના ગર્ભપાતની મંજૂરી આપી હતી. આ કિસ્સામાં દેશમાં પહેલીવાર સૌથી વધુ સપ્તાહના ગર્ભનો ગર્ભપાત કરાવવાની મંજૂરી

ઉચ્ચ ન્યાયાલય તરફથી મળી હતી.

13 મેના રોજ પીડિતા સગીરાને જનાના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જયાં 17 મેના રોજ સગીરાએ બાળકીને જન્મ આપ્યો હતે. હાલ હોસ્પિટલમાં માતા અને નવજાત સારવાર હેઠળ છે.

નોંધનીય છે કે તબીબી ક્ષેત્રમાં આ કેસ ઉચ્ચ જોખમ હેઠળ આવતો હતો. પ્રસુતિના અન્ય મામલા પણ જોખમી કક્ષામાં આવે છે જ્યારે અહીંયા તો 13 વર્ષની બાળકીની જીંદગીનો સવાલ હતો. જોકે રાજકોટની સરકારી જનાના હોસ્પિટલના તબીબોએ અત્યંત સાવચેતી અને કુનેહથી સગીરાનો કેસ ઓપરેટ કર્યો હતો. હાઈરિસ્ક ઓપરેશન સાથે સફળ સારવાર કરી સગીરા અને તેના શિશુને બચાવી લેવામાં આવ્યું છે. આ કેસમાં સગીરાને 33 સપ્તાહનો ગર્ભ હતો અને તેનું વજન પણ લગભગ 1.99 કિલોગ્રામ જેટલું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક