• શનિવાર, 31 મે, 2025

વાકિંગમાં નિકળેલા પ્રૌઢાના ગળામાંથી ચેનની ચીલઝડપ


સેટેલાઈટ ચોક પાસેનો બનાવ : બાઈકસવાર સમડી ઝોંટ મારી ફરાર

 

રાજકોટ, તા.18: શહેરના સામાં કાઠે સેટેલાઈટ ચોકમાં વોકિંગમાં નીકળેલા પ્રૌઢાના ગળામાં ઝોંટ મારી બાઈકસવાર સમડી રૂ.1.60 લાખના સોનાના ચેનની ચીલઝડપ કરી ગયાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે.

જાણવા મળતી વિગત મુજબ 50 ફૂટ રોડ ઉપર આવેલ મારુતી ચોક પાસે શિવસૃષ્ટિ પાર્કમાં રહેતા વિજયાબેન ચંદુભાઈ દેસાઈ નામના 58 વર્ષના પ્રોઢા રાત્રીના 9:30 વાગ્યાના અરસામાં પેડક રોડ અને 80 ફૂટ રોડ વચ્ચે આવેલા સેટેલાઈટ ચોક અને મારુતી ચોક વચ્ચે વોકીંગમાં નિકળ્યા હતા ત્યારે ડબલસવારી બાઈકમાં બે અજાણ્યા શખ્સો ધસી આવ્યાહતાં અને વિજયાબેન દેસાઈના ગળામાં રહેલ રૂા. 1.60 લાખની કિંમતના 25 ગ્રામ સોનાના ચેઈનની જોટ મારી નાશી છુટ્યા હતાં. આ અંગે વિજયાબેન દેસાઈએ ચીલઝડપ કરી નાશી છુટેલા બાઈક સવાર બન્ને અજાણ્યા શખ્સ વિરુદ્ધ બીડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ઘરી બાઈક સવાર સમડીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક