પ્લેયર ઓફ ધ મેચ બ્લેસિંગ મુજરબાનીની 9 વિકેટ : મહેંદી હસન મિરાજની10 વિકેટ એળે
સિલહટ
તા.23: ઝિમ્બાબ્વે ટીમે બાંગલાદેશને રસાકસી બાદ ત્રણ વિકેટે હાર આપીને ટેસ્ટ ક્રિકેટમાં
2021 બાદ પહેલી જીત મેળવી છે. ઝિમ્બાબ્વેની આ યાદગાર જીતમાં ઝડપી બોલર બ્લેસિંગ મુજરબાની
હિરો રહ્યો હતો. તેણે મેચમાં કુલ 9 વિકેટ લીધી હતી. ઝિમ્બાબ્વેએ છેલ્લે 2021માં અફઘાનિસ્તાનને
10 વિકેટે હાર આપી હતી. બાંગલાદેશ સામેના પહેલા મેચના વિજયથી બે ટેસ્ટની શ્રેણીમાં
ઝિમ્બાબ્વે 1-0થી આગળ થયું છે. શ્રેણીનો બીજો મેચ 28 એપ્રિલથી ચટગાંવમાં રમાશે.
પહેલા
ટેસ્ટમાં બાંગલાદેશે પ્રથમ ઇનિંગમાં મોમિનૂલ હકની અર્ધસદીની મદદથી 191 રન કર્યાં હતા.
જવાબમાં ઝિમ્બાબ્વેના 273 રન થયા હતા. આથી તેને 82 રનની મહત્વની સરસાઇ મળી હતી. બીજા
દાવમાં બાંગલાદેશની ટીમ 2પ2 રને ઓલઆઉટ થઇ હતી. આથી ઝિમ્બાબ્વેને 174 રનનું વિજય લક્ષ્યાંક
મળ્યું હતું. જે આજે મેચના ચોથા દિવસે 7 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધું હતું. જેમાં
બ્રાયન બેનેટ અને બેન કરન વચ્ચેની 9પ રનની ઓપનિંગ ભાગીદારી મહત્વની બની રહી હતી. બાંગલાદેશ
તરફથી સ્પિનર મહેંદી હસન મિરાજે બન્ને દાવમાં પ-પ વિકેટ લીધી હતી અને મેચમાં ટેન વિકેટ
હોલ બનાવ્યો હતો, પણ તે પોતાની ટીમને જીત અપાવી શકયો ન હતો. કુલ 9 વિકેટ લેનાર ઝિમ્બાબ્વેનો
ઝડપી બોલર મુજરબાની પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો.