દુબઇ, તા.2: ભારતીય ટીમના પૂર્વ હેડ કોચ રવિ શાત્રીએ સાઇ સુદર્શનને ત્રણેય ફોર્મેટનો બેટ્સમેન બતાવીને ઇંગ્લેન્ડ પ્રવાસની ભારતની ટેસ્ટ ટીમમાં સામેલ કરવાની વકાલત કરી છે. ટીમ ઇન્ડિયા ડબ્લ્યૂસીએના ત્રીજા ચક્રની શરૂઆત ઇંગ્લેન્ડ વિરૂધ્ધની પ ટેસ્ટ મેચની સિરીઝથી કરશે. સાઇ સુદર્શન આઇપીએલમાં ગુજરાત ટાઇટન્સ તરફથી રમે છે અને શાનદાર ફોર્મ સાથે 4પ6 રન કરી ચૂક્યો છે અને ઓરેન્જ કેપનો પ્રબળ દાવેદાર છે.
શાત્રીએ
કહ્યંy કે કાઉન્ટિ ક્રિકેટ રમવાનો અનુભવી અને સારી ટેકનીકને લીધે સાઇ સુદર્શન ઇંગ્લેન્ડ
પ્રવાસમાં સારો દેખાવ કરી શકશે. ભારતીય ટીમનો ઇંગ્લેન્ડનો પ્રવાસ 20 જૂનથી શરૂ થવાનો
છે. શાત્રી કહે છે કે યુવા ખેલાડી સાઇ સુદર્શન ત્રણેય ફોર્મેટનો ખેલાડી છે. તે શાનદાર
ક્રિકેટર છે. ઇંગ્લેન્ડ પ્રવાસની ભારતીય ટીમમાં હું આ ખેલાડીને ઇચ્છું છું.
શાત્રીનું
એવું પણ માનવું છે કે લિમિટેડ ઓવર્સ ક્રિકેટમાં શાનદાર દેખાવ કરી રહેલ શ્રેયસ અય્યર
પણ ઇંગ્લેન્ડ પ્રવાસે જઇ શકે છે પરંતુ તેણે આકરી પ્રતિસ્પર્ધાનો સામનો કરવો પડશે. શાત્રીએ
કહ્યંy ભારતીય ટીમમાં બુમરાહ અને શમીની વાપસીથી બોલિંગ મજબૂત બનશે, પણ એક ડાબોડી ઝડપી
બોલર ટીમમાં હોવો જરૂરી છે. અર્શદીપ સફેદ દડાનો વિશેષજ્ઞ ઝડપી બોલર છે. તેને ટેસ્ટમાં
અજમાવી શકાય.