• શુક્રવાર, 13 જૂન, 2025

RCB ફ્રેંચાઇઝી 17 હજાર કરોડમાં વેચાશે !!

દારૂ બનાવતી કંપની ડિયાજિયો તેની હિસ્સેદારી વેચવા તૈયાર હોવાનો દાવો

નવી દિલ્હી, તા.10: આઇપીએલમાં 18 વર્ષમાં પહેલીવાર ચેમ્પિયન બનનાર રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ (આરસીબી) ટીમ હાલ સતત ચર્ચામાં છે. આઇપીએલ ખિતાબ બાદ બેંગ્લુરુમાં સન્માન સમારોહ વખતે ભાગદોડમાં 11 લોકોના મૃત્યુ થયા હતા અને સેંકડોને ઇજા થઇ હતી. આ મામલે આરસીબીના ટોચના અધિકારીને ધરપકડ થઇ ચૂકી છે. હવે આજે એવા રિપોર્ટ સામે આવ્યા છે કે આરસીબી ફ્રેંચાઇજીના ઓનર બદલી રહ્યા છે. દારૂ બનાવતી કંપની ડિયાજિયોએ આરસીબીમાંથી તેની પૂરેપૂરી હિસ્સેદારી વેચવા કાઢી છે અને સારા ગ્રાહકની શોધમાં છે.

એક રિપોર્ટ અનુસાર ડિયાજિયો કંપનીએ આ માટે રોકાણ કરતી બેંકો અને નાણા સલાહકારોનો સંપર્ક કર્યો છે. રિપોર્ટમાં એવો દાવો કરાયો છે કે લગભગ 17 હજાર કરોડ રૂપિયામાં આરસીબી ફ્રેંચાઇઝીની ઓનરશીપ ટ્રાન્સફર થશે. જો કે આ મામલે આરસીબી ફ્રેંચાઇઝી તરફથી કોઇ પ્રતિક્રિયા સામે આવી નથી.  ડિયાજિયો કંપનીએ 2014માં વિજય માલ્યા પાસેથી આરસીબીના હક્ક ખરીદ્યા હતા. એ વખતે ટીમનું પ્રદર્શન ખાસ ન હતું. આ વખતે ટીમ ચેમ્પિયન બની છે અને તેની માર્કેટ વેલ્યૂ ઉંચકાઈ છે. આથી ડિયોજિયો કંપની આરસીબી ફ્રેંચાઇઝીને 17 હજાર કરોડમાં સેલ કરવા યોજના બનાવી રહી છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક