• શુક્રવાર, 13 જૂન, 2025

ટેનિસ વિશ્વ ક્રમાંકમાં સિનર અને સબાલેંકા ટોચ પર યથાવત્

ફ્રેંચ ઓપનમાં શાનદાર દેખાવ કરનાર લોઇસ બોઇસોની 296 સ્થાનની છલાંગ

પેરિસ, તા.10: ફ્રેંચ ઓપનના ફાઇનલમાં પાંચ સેટની રસાકસી પછી સ્પેનના ખેલાડી કાર્લોસ અલ્કરાજ સામે હાર સહન કરવા છતાં ઇટાલીનો ખેલાડી યાનિક સિનર વિશ્વ ક્રમાંકમાં ટોચના સ્થાને યથાવત છે જ્યારે અલ્કારેજ બીજા નંબર પર છે. એલેકેઝેંડર ઝેવરેવ ત્રીજા, જેક ડ્રેપર ચોથા અને દિગ્ગજ નોવાક જોકોવિચ પાંચમા નંબર પર છે.

મહિલા વિભાગમાં શાનદાર પ્રદર્શન કરી ફ્રેંચ ઓપનના સેમિ ફાઇનલ સુધી પહોંચનાર લોઇસ બોઇસો 296 સ્થાનની લાંબી છલાંગ લગાવીને 6પમા ક્રમે પહોંચી છે. ફ્રેંચ ઓપન પહેલા તેણીનો વિશ્વ ક્રમાંક 361 હતો. મહિલા ક્રમાંકમાં ઉપવિજેતા બેલારૂસની આર્યના સબાલેંકા ટોચ પર યથાવત છે. ચેમ્પિયન કોકો ગોફ અને જેસિકા પોગુલા બીજા-ત્રીજા સ્થાને છે.

ઇ-પેપરના નવા શુલ્ક