સ્મિથ
અને વેબસ્ટરની અર્ધસદી, બાકીના તમામ કાંગારૂ બેટર્સ નિષ્ફળ : રબાડાની 5 અને યાનસનની
3 વિકેટ
આફ્રિકાનો
પણ નબળો પ્રારંભ : 25 રનમાં
3 વિકેટ
ગુમાવી
લંડન,
તા.11: આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલમાં કાગિસો રબાડાની કાતિલ બોલિંગ સામે
દ. આફ્રિકા વિરુદ્ધ ઓસ્ટ્રેલિયાનો 212 રનમાં ધબડકો થયો હતો. ફાઇનલના પહેલા દિવસે ચાના
સમય પછી ઓસ્ટ્રેલિયા ટીમ પ6.4 ઓવરમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. રબાડાએ પ1 રનમાં પ અને યાનસને
49 રનમાં 3 વિકેટ લીધી હતી. જ્યારે ઓસ્ટ્રેલિયા તરફથી સ્ટીવન સ્મિથ (66) અને બો વેબસ્ટર
(72)એ અર્ધસદી કરી હતી. બાદમાં આફ્રિકાના દાવનો પણ નબળો પ્રારંભ થયો હતો અને 25 રનમાં
3 વિકેટ ગુમાવી હતી.
દ.
આફ્રિકાના કેપ્ટન તેંબા બાવૂમાએ ટોસ જીતીને બોલિંગ કરવાનો સાહસિક નિર્ણય લીધો હતો.
રબાડા અને યાનસનની જોડીએ કપ્તાનનો આ નિર્ણય સફળ સાબિત કરી બતાવ્યો હતો. પહેલા રબાડા
ત્રાટકયો હતો. તેણે ઇનિંગની સાતમી ઓવરમાં ઉસ્માન ખ્વાઝા (0) અને કેમરૂન ગ્રીન (4)ના
શિકાર કર્યાં હતા. 16 રનમાં બે વિકેટ ગુમાવવાથી ઓસ્ટ્રેલિયા પ્રેશરમાં આવી ગયું હતું.
જેનો માર્કો યાનસને ફાયદો લીધો હતો. તેણે માર્નસ લાબુશેન (17) અને ઠીક લંચ પહેલા ટ્રેવિસ
હેડ (11)ની મહત્વની વિકેટ ઝડપી હતી. આથી ઓસ્ટ્રેલિયાએ લંચ સુધીમાં જ 67 રનમાં 4 વિકેટ
ગુમાવી દીધી હતી.
લંચ
પછી અનુભવી સ્ટીવન સ્મિથ અને ઓલરાઉન્ડર વેબસ્ટરે આફ્રિકી બોલરો સામે સંઘર્ષ કરી પાંચમી
વિકેટમાં 114 દડામાં 79 રનની મહત્ત્વની ભાગીદારી કરી હતી. ક્રિઝ પર સેટ થયા પછી સ્મિથ
આફ્રિકા પાર્ટ ટાઇમ સ્પિનર એડન માર્કરમના દડામાં યાનસનને કેચ આપી આઉટ થયો હતો.
સ્મિથે
112 દડામાં 10 ચોક્કાથી 62 રન કર્યાં હતા. વેબસ્ટરના સાથમાં એલેકસ કેરીએ 23 રનનું યોગદાન
આપ્યું હતું. જામી ગયેલ વેબસ્ટરનો રબાડાએ શિકાર કર્યો હતો. તેણે 92 દડામાં 11 ચોક્કાથી
72 રનની ઇનિંગ રમી હતી. કપ્તાન પેટ કમિન્સ અને મિચેલ સ્ટાર્ક 1-1 રને આઉટ થયા હતા.
લિયોને ઝીરોમાં આઉટ થયો હતો. આથી ઓસ્ટ્રેલિયાનો પ્રથમ દાવ 212 રનના સામાન્ય સ્કોર પર
સમાપ્ત થયો હતો.