બાબર આઝમ અને શાહિન અફ્રિદીનો સમાવેશ
લાહોર
તા.2પ : આઇસીસી ટી-20 વિશ્વ કપમાંથી ખસી જવાની ધમકી વચ્ચે પાકિસ્તાને આ ટૂર્નામેન્ટની
ટીમ આજે જાહેર કરી છે. જેમાં અનુભવી બેટધર અને ઝડપી બોલર બાબર આઝમ અને શાહિન શાહ અફ્રિદીનો
સમાવેશ કરાયો છે. બાંગલાદેશના બહિષ્કાર બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે પણ વિશ્વ કપમાંથી
હટી જવાની ધમકી આપી હતી. જો કે આજે ટીમ જાહેર કરીને પીસીબીએ બાંગલાદેશને જોરદાર ઝટકો
આપ્યો છે. ટીમની જાહેરાત વેળા પાકિસ્તાનના હેડ કોચ અકિબ જાવેદે એવું કહ્યું છે કે ટી-20
વર્લ્ડ કપમાં રમવાનો અંતિમ નિર્ણય પાક. સરકાર લેશે. તેનાથી અમારે કોઇ લેવા-દેવા નથી.
અમારી તૈયારી યથાવત્ રહેશે.
બાબર
આઝમ તેનો ચોથો ટી-20 વિશ્વ કપ રમશે. ટીમની કમાન સલમાન આગાને સોંપવામાં આવી છે. પાકિસ્તાનનો
પહેલો મેચ 7 ફેબ્રુઆરીએ સ્કોટલેંડ વિરૂધ્ધ કોલંબોમાં રમાશે.
પાકિસ્તાન
ટીમ: સલમાન આગા (કપ્તાન), અબરાર અહમદ, બાબર આઝમ, ફહીમ અશરફ, ફખર જમાન, ખ્વાઝા નાફે
(વિકેટકીપર), મોહમ્મદ નવાઝ, સલમાન મિર્ઝા,નસીમ શાહ, સાહિબઝાદા ફરહાન (વિકેટકીપર), સઇમ
અયૂબ, શાહિન અફ્રિદી, શાદાબ ખાન, ઉસ્માન ખાન અને ઉસ્માન તારિક.