5 પદ્મ વિભૂષણ, 13 પદ્મ ભૂષણ અને 113 પદ્મશ્રીનું એલાન : શિબુ સોરેનને મરણોપરાંત પદ્મ ભૂષણ, અલ્કા યાજ્ઞિકને પદ્મ ભૂષણ : ગુજરાતના 5 વ્યક્તિને પદ્મશ્રી
નવી
દિલ્હી, તા. 25 : કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ પદ્મ
પુરસ્કાર 2026નું એલાન કરવામાં આવ્યું હતું. ભારતના સૌથી પ્રતિનિષ્ઠત નાગરીક સન્માનમાં
સામેલ પદ્મ પુરસ્કાર માટે કળા, સાહિત્ય, ચિકિત્સા, વિજ્ઞાન, ખેલ, સામાજિક સેવા અને
સાર્વજનિક જીવન સહિત વિભિન્ન ક્ષેત્રમાં સમાજ ઉપર સ્થાયી પ્રભાવ છોડનારા વ્યક્તિઓને
સામેલ કરવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ દ્વારા કુલ 131 પદ્મ પુરસ્કારને મંજૂરી આપવામાં
આવી છે. જેમાં ધમેન્દ્ર દેઓલને પદ્ધ વિભૂષણ(મરણોપરાંત), અલ્કા યાજ્ઞીકને પદ્મ ભૂષણ,
શિબુ સોરેનને પદ્મ ભૂષણ (મરણોપરાંત), રોહિત શર્મા અને હરમનપ્રીત કૌરને પદ્મશ્રી એનાયત
કરવામાં આવ્યો છે. ગુજરાતના કુલ 5 લોકોને પદ્મશ્રી એનાયત થયો છે. જેમાં અરવિંદ વૈદ્ય
(કળા), ધાર્મિકલાલ ચુનીલાલ પંડયા (કળા), હાજીભાઈ કાસમ ભાઈ (કળા), નિલેશ મંડલેવાલા (સોશિયલ વર્ક) અને રતિલાલ બોરીસાગર
સામેલ છે.
આ વખતે
પદ્મ વિભૂષણ માટે 5, પદ્મ ભૂષણ માટે 13 અને પદ્મશ્રી માટે 113 લોકોને પસંદ કરવામાં
આવ્યા છે. જેમાં દેશ વિદેશના સન્મામિત લોકો સામેલ છે. દિગ્ગજ અભિનેતા ધમેન્દ્ર, કેરળના
પૂર્વ મુખ્યમંત્રી વીએસ અચ્યુતાનંદને પદ્મ વિભૂષણ (મરણોપરાંત)થી સન્માનિત કરવામાં આવ્યા
છે. આ ઉપરાંત પ્રસિદ્ધ વાયોલિન વાદક એન રાજમ અને વરિષ્ઠ ન્યાયવિદ્ કેટી થોમસ પણ પદ્મ
વિભૂષણથી સન્માનિત થશે.
પદ્મ
ભૂષણ મેળવનારા લોકોમાં પ્રસિદ્ધ ગાયિકા અલ્કા યાજ્ઞિક, અભિનેતા મમૂટી, ઉદ્યોગપતિ ઉદય
કોટક, વિજ્ઞાપન જગતના દિગ્ગજ પીયૂષ પાંડે (મરણોપરાંત) અને ટેનિસ ખેલાડી વિજય અમૃતરાજ
સામેલ છે. પદ્મશ્રી પુરસ્કારમાં મોટી સંખ્યામાં લોકો સામેલ છે. જેમાં ભારતીય મહિલા
ક્રિકેટ ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર, ક્રિકેટર રોહિત શર્મા, હોકી ખેલાડી સવિતા પૂનિયા,
અભિનેતા સતીશ શાહ (મરણોપરાંત) સહિતના લોકો સામેલ છે. યાદીમાં 19 મહિલા, છ વિદેશી નાગરીક
અને 16 મરણોપરાંત પુરસ્કાર સામેલ છે.