• રવિવાર, 25 જાન્યુઆરી, 2026

મતદાર યાદીમાં ચેડાં સામે ચેતવણી ચૂંટણી પંચે બીએલઓ માટે કડક નિયમો નક્કી કર્યા

નવી દિલ્હી, તા.ર4 : ચૂંટણી પંચે મતદાર યાદીની ચોકસાઈ સાથે ચેડાં કરનારા બૂથ-લેવલ અધિકારીઓ (બીએલઓ) સામે કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે. પંચે સ્પષ્ટતા કરી છે કે જો કોઈ બીએલઓ ઇરાદાપૂર્વક સૂચનાઓનું પાલન કરવામાં નિષ્ફળ જાય છે અથવા બેદરકારી દાખવે છે તો તેમને શિસ્તભંગનાં પગલાંનો સામનો કરવો પડશે.

બીએલઓ ચૂંટણી પ્રણાલીમાં ગ્રાઉન્ડ-લેવલ અધિકારીઓ છે જે તેમના બૂથ પર મતદાર યાદી તૈયાર કરવા અને અપડેટ કરવા માટે જવાબદાર છે. સામાન્ય રીતે એક બૂથ પર આશરે 970 મતદાર અથવા 300 ઘર હોય છે. રાજ્યોના મુખ્ય ચૂંટણી અધિકારીઓને આપેલા નિર્દેશમાં ચૂંટણી પંચે જણાવ્યું છે કે ફરજમાં બેદરકારી, ગેરવર્તણૂક, ઇરાદાપૂર્વક અવજ્ઞા અથવા મતદાર યાદીની વિશ્વસનિયતાને નબળી પાડવાના કિસ્સાઓમાં કાર્યવાહી જરૂરી છે.

નવા નિયમો હેઠળ, જિલ્લા ચૂંટણી અધિકારી (ડીઇઓ) દોષિત બીએલઓને સસ્પેન્ડ કરી શકે છે અને તેમની સામે વિભાગીય તપાસની ભલામણ કરી શકે છે. સંબંધિત વિભાગે કાર્યવાહી પૂર્ણ કરવી પડશે અને છ મહિનાની અંદર તેનો અહેવાલ આપવો પડશે. જો કેસ ગુનાહિત સ્વભાવનો હોય તો ડીઇઓ મુખ્ય ચૂંટણી અધિકારીની મંજૂરીથી બીએલઓ સામે એફઆઇઆર પણ દાખલ કરી શકે છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક