કોલકતા તા.24: અનુભવી ઓપનિંગ બેટર કેએલ રાહુલની 30 દડામાં પ ચોક્કા અને 4 છક્કાથી 60 રનની ઝડપી ઈનિંગથી કેકેઆર સામેના આઇપીએલ સીઝન-2026ના આખરી લીગ મેચમાં દિલ્હી કેપિટલ્સના પ વિકેટે 203 રન થયા હતા. બન્ને ટીમ પ્લેઓફ રાઉન્ડની બહાર થઇ ચૂકી છે. ઔપચારિક મેચમાં કેકેઆરને વિજય માટે 204 રનનું પડકારરૂપ લક્ષ્યાંક મળ્યું હતું.
દિલ્હી
તરફથી અભિષેક પોરેલે 22, સાહિલ પારેખે 24, કપ્તાન અક્ષર પટેલે 39, ડેવિડ મિલર 28 રન
બનાવી આઉટ થયા હતા. અભિષેક શર્મા ઝડપી 18 રન કરી નોટઆઉટ રહ્યો હતો. કેકેઆર તરફથી સૌરભ
દૂબેએ 2 વિકેટ લીધી હતી. અનુકુલ રોય, સુનિલ નારાયણ અને વરૂણ ચક્રવર્તીને 1-1 વિકેટ
મળી હતી.