રવીન્દ્ર, કુલદીપ અને માનવને 2-2 વિકેટ મળી
કોલંબો
તા.7: અભ્યાસ મેચમાં ભારતીય ટીમના બોલર્સને હંફાવીને શ્રીલંકા ઇલેવને પહેલા દિવસની
રમતના અંતે 8 વિકેટે 363 રનનો સ્કોર બનાવ્યો હતો. ભારતીય ફિલ્ડર્સે કેટલાક કેચ પણ પડતા
મુકયા હતા. ભારત તરફથી ત્રણ સ્પિનર રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ અને માનવ સુથારને
2-2 વિકેટ મળી હતી. ઝડપી બોલર ગુરુનુર બ્રારે એક વિકેટ લીધી હતી.
શ્રીલંકા
તરફથી બન્ને ઓપનરે અર્ધસદી કરી 110 રનની ભાગીદારી કરી હતી. નિશાન મદુશ્કા 6પ દડામાં
11 ચોક્કા-1 છક્કાથી ઝડપી 66 રન કરી રનઆઉટ થયો હતો. રવિંદુ રસંતાએ 71 રન બનાવ્યા હતા.
આ સિવાય શ્રીલંકા ઇલેવનના કેપ્ટન સોનલ દિનુશાએ બાવન રન કર્યાં હતા. સૂજલા સૂર્યાંબંડારાએ
3પ, અહાન વિક્રમાસિંઘેએ 31 અને રમેશ મેન્ડિસે 32 રન કરી ભારતીય બોલર્સનો મક્કમતાથી
સામનો કર્યોં હતો.