RBIનાં નવા નિયમ: જો ફોન કે લેપટોપ ખરીદવા માટે લોન લીધી ન હોય તો ઉઘરાણીનાં દબાણ માટે ઉપકરણો રીમોટ લોક થઈ શકે નહીં
નવી
દિલ્હી, તા.7: સ્માર્ટફોન, ટેબ્લેટ કે લેપટોપને હપ્તેથી એટલે કે ઈએમઆઈ ઉપર ખરીદ કરતાં
ગ્રાહકો માટે રિઝર્વ બેન્કે (આરબીઆઈ) નવા નિયમ જારી કર્યા છે. જો બાકી લોન ચૂકવી દેવાયા
બાદ પણ ફાઈનાન્સ થયેલું ઉપકરણ સમયસર અનલોક કરવામાં નહીં આવે તો બેન્ક કે પછી રેગ્યુલેટેડ
એન્ટીટીએ દર કલાક માટે 2પ0 રૂપિયાનું વળતર ચૂકવવું પડશે. આ નવી વ્યવસ્થા 1 જાન્યુઆરી
2027થી લાગુ કરવામાં આવશે.
ઈએમઆઈ
ડીફોલ્ટ પછી ડિવાઈસને રીમોટ પદ્ધતિથી લોક કરી નાખવાની વધી રહેલી ઘટનાઓનાં અનુસંધાને
રિઝર્વ બેન્ક દ્વારા આ પગલું ભરવામાં આવ્યું છે. આરબીઆઈનું કહેવું છે કે, ધિરાણ આપનારને
બાકી રકમ વસૂલવાનો અધિકાર છે પણ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ગ્રાહક ઉપર અનુચિત દબાણ કરવાનો
કે ખોટી રીતે વસૂલાત કરવાની છૂટ તેમને નથી. રિમોટ લોક માત્ર એવા ઉપકરણો જ થઈ શકે જેની
ખરીદી માટે જ વિશેષ લોન લેવામાં આવી હોય. જો
કોઈ ગ્રાહકે પર્સનલ લોન, કંઝયુમર લોન કે અન્ય કોઈ લોન લીધી હોય અને તેને ગ્રાહકનાં
ફોન કે અન્ય કોઈપણ ઉપકરણોની ખરીદી સાથે સીધો સંબંધ ન હોય તો આવા ડિવાઈસને લોન રિકવરી
માટે રીમોટ લોક કરી શકાય નહીં.
આરબીઆઈએ
આવા ડિવાસઈને લોક કરવા માટે પણ એક પ્રક્રિયા નિર્ધારિત કરેલી છે. માત્ર હપ્તો ચૂકાઈ
જાય તો પણ ઉપકરણને લોક કરી શકાતું નથી. આવા પ્રતિબંધ ત્યારે જ લાગુ કરી શકાય જ્યારે
સંબંધિત લોન ખાતુ કમસેકમ 30 દિવસ કરતાં વધુ સમયથી ઓવરડયૂ થઈ ગયું હોય. જ્યારે ડિવાઈસને
સંપૂર્ણ લોક 60 દિવસ સુધી રકમ ન ચૂકવાઈ હોય ત્યારે જ કરી શકાય છે.