ભાજપ, કોંગ્રેસે કમર કસી : સાંસદોને વ્હિપ જારી
નવી
દિલ્હી, તા.7: સંસદનાં ચોમાસુ સત્રમાં ત્રીજ અઠવાડિયું પણ સરકાર અને વિપક્ષ વચ્ચે મડાગાંઠમાં
સમાપ્ત થઈ ગયું. જો કે સરકારે આ દરમિયાન પણ અનેક મહત્વનાં વિધેયકોને પસાર કરાવી લીધા
છે અને હવે બધાની નજર બે ખરડા ઉપર અટકેલી છે. આમાં સીમાંકન અને મહિલા આરક્ષણ માટે બંધારણ
સુધારા વિધેયક અને વિદેશી ભંડોળ અંગે એફસીઆરએ સુધારા વિધેયકનો સમાવેશ થાય છે. આનાં
માટે સરકાર પાસે હવે ફક્ત બે અઠવાડિયાનો સમય બચેલો છે. સરકારે આના માટે પોતાનાં તમામ
સાંસદોને ગૃહમાં હાજર રહેવાની સૂચના આપી છે. જ્યારે કોંગ્રેસે પોતાનાં સાંસદો માટે
ત્રણ દિવસનો વ્હિપ જારી કર્યો છે.
એફસીઆરએ
અને સીમાંકન વિધેયક માટે કોંગ્રેસ અને સરકાર વચ્ચે ટકરાવ પેદા થયેલો છે.
સરકારનાં
સૂત્રોનાં કહેવા અનુસાર કોંગ્રેસ કેટલાક ખ્રિસ્તી સંગઠનોનાં દબાણમાં છે. તે ઈચ્છે છે
કે, કોંગ્રેસ એફસીઆરએનો વિરોધ કરે અને તેને કોઈપણ ભોગે પસાર થવા ન દે. સીમાંકનનો વિરોધ
કરવા મુદ્દે કોંગ્રેસમાં પણ એકમત નથી. જેનાં હિસાબે સંસદમાં ગતિરોધ દૂર કરવા માટે બન્ને
વચ્ચે સહમતી સાધી શકાતી નથી.
સરકાર
આગામી બે દિવસમાં રણનીતિ તૈયાર કરશે. કહેવાય છે કે, સોમવારે નક્કી થશે કે ક્યો ખરડો
ક્યારે લાવવામાં આવશે. જેમાં એફસીઆરએ બિલને ચાલુ સત્રમાં લાવીને સીમાંકન ખરડા માટે
વિશેષ સત્રને પસંદ કરવામાં આવશે.
લઘુ
અને મધ્યમ ઉદ્યોગ વિધેયકને મંજૂરી
(વિશેષ
પ્રતિનિધિ તરફથી)
નવી
દિલ્હી, તા. 7 : શુક્રવારે ફરી એકવાર સંસદભવન દેશના રાજકારણના કેન્દ્રમાં રહ્યું. અધિવેશન
દરમિયાન આજે બંને ગૃહમાં વિપક્ષના હોબાળા વચ્ચે કામકાજ અને ઝડપી વ્યૂહાત્મક રાજકીય
ગતિવિધિઓનો દિલ્હીમાં ધમધમાટ હતો. સરકારે સંસદમાં લઘુ અને મધ્યમ ઉદ્યોગો (એમએસએમઇ)ને
મજબૂતિ માટેનું મહત્ત્વપૂર્ણ સંશોધન વિધેયક પારિત કરીને દેશની આર્થિક પ્રાથમિકતાઓને
આગળ વધારી અને વિપક્ષે સંસદના અધિવેશનના બાકીના દિવસોમાં સરકાર સામે પોતાની તૈયારીઓને
અંતિમ રૂપ આપવાની તૈયારી શરૂ કરી દીધી. વિદેશ નીતિના મોરચે પણ સરકાર સક્રિય રહી. ચીન
સાથે સરહદે શાંતિ જાળવી રાખવાની વાતચીત થઇ હતી.
એમએસએમઇને
નવી દિશા આપવાનો પ્રયાસ : લોકસભામાં મંજૂરી બાદ સંસદમાં લધુ અને મદ્યમ ઉદ્યોગ વિકાસ
(સંશોધન) વિધેયક, 2026ને મંજૂરી મળી છે. સરકારે કહ્યું હતું કે આ સંશોધન દેશના કરોડો
નાના અને મધ્યમ ઉદ્યોગો માટે રાહત અને પ્રોત્સાહન લાવશે. આ સંશોધનોના માધ્યમથી નાના
ઉદ્યોગોને વધુ સુવિધાઓ, રોકાણમાં વધારો અને કારોબારની પ્રક્રિયા સરળ બનાવવામાં મદદ
મળશે. સરકારે કહ્યું હતું કે નાના અને મધ્યમ ઉદ્યોગો દેશની અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ
છે અને રોજગાર માટે આ ક્ષેત્રની મહત્ત્વપૂર્ણ ભૂમિકા છે. આ સંશોધનોથી ઉદ્યોગોની પ્રતિસ્પર્ધાની
ક્ષમતા વધશે અને આર્થિક વિકાસની દિશામાં આગળ વધવા મદદ મળશે.
હોબાળા
વચ્ચે સંસદમાં કામકાજનો સરકારનો દાવો : સંસદીય કાર્ય પ્રધાન કિરણ રિજિજુએ સંસદની કાર્યવાહી
સંબંધે સરકારનો પક્ષ રજૂ કરતા જણાવ્યું હતું કે વિપક્ષની વારંવાર અડચણો અને હોબાળા
વચ્ચે ગૃહોમાં સરકારે કામકાજને મહત્ત્વ આપ્યું અને કેટલાક મહત્ત્વના વિધેયકો પારિત
પણ કરાવ્યા છે. સરકાર ાગામી દિવસોમાં પણ જનતાના હિતમાં મહત્ત્વના ખરડા પારિત કરાવવા
દ્રઢ નિશ્ચયી છે. વિપક્ષે પ્રત્યુત્તરમાં કહ્યું હતું કે લોકશાહીમાં જનતાના હિતમાં
વિધેયકો પારિત કરાવવા જરૂરી છે એટલું જ જરૂરી છે કે સંસદમાં આવા ખરડાઓ ઉપર વ્યાપક અને
પારદર્શિ ચર્ચા થાય. આજ કારણ છે કે સંસદમાં સરકાર અને વિપક્ષ વચ્ચે સંવાદ અને ટકરાવ
બંને સાથે-સાથે ચાલી રહ્યા છે.
ભારત-ચીન
સરહદે શાંતિ ઉપર જોર : ભારત-ચીનના અધિકારીઓના પ્રતિનિધિમંડળ વચ્ચે યોજાયેલી બેઠકમાં
વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી)એ શાંતિ અને સ્થિરતા જાળવી રાખવા સંમતિ સધાઇ છે. બંને
પક્ષે બેઠકમાં પરસ્પર સમન્વય અને વિશ્વાસ જાળવી રાખવાના ઉપાયો વિશે વિચારણા કરી હતી.
વિશેષજ્ઞોનું કહેવું છે કે સરહદે શાંતિ અને સ્થિરતા બંને દેશ વચ્ચે સારા સંબંધોની દિશામાં
મહત્ત્વપૂર્ણ પગલું છે. નિયમિત વાટાઘાટો અને તણાવ ઘટાડવા માટે સંવાદ મહત્ત્વનો ભાગ
ભજવે છે.
અમિત
શાહ બોલશે તો સાંભળી નહીં શકો : વિપક્ષ ઉપર રિજિજૂનો પ્રહાર
સંસદમાં
અમિત શાહના નામના નારા લગાડતા વિપક્ષને કહ્યું, સવારે આવે છે, નારેબાજી કરીને ગાયબ
થાય છે
નવી
દિલ્હી, તા. 7 : વિપક્ષી સાંસદો દ્વારા શુક્રવારે પણ સંસદના બન્ને સદન લોકસભા અને રાજ્યસભામાં
રામ મંદિર ચડાવા ચોરીને લઈને નારેબાજી કરી હતી. જેના કારણે બન્ને સદનની કાર્યવાહી સ્થગિત
કરવી પડી હતી. વિપક્ષ દ્વારા અમિત શાહ સંસદમાં આવે તેવા નારા લગાડવામાં આવ્યા હતા.
જેના ઉપર સંસદીય કાર્યમંત્રી કિરણ રિજિજૂએ પલટવાર કરતા કહ્યું હતું કે વિપક્ષી સાંસદ
સદનમાં આવીને નારેબાજી કરી ચાલ્યા જાય છે. જો કે ગૃહ મંત્રી જ્યારે સદનમાં ચર્ચાનો
જવાબ આપશે તો વિપક્ષી સાંસદ સાંભળી શકશે નહી.
હંગામા
વચ્ચે કિરણ રિજિજૂએ કહ્યું હતું કે, વિપક્ષી સાંસદ દરરોજ સવારે આવે છે, ગૃહ મંત્રી
અમિત શાહનું નામ લઈને નારેબાજી કરે છે. બાદમાં હંગામો કરીને ગાયબ થઈ જાય છે. જો કે
તેઓ કહેવા માગે છે કે ગૃહ મંત્રી શાહ સવારે સંસદમાં આવે છે અને મોડી રાત્રે જ પરત ફરે
છે. તેઓ પુરો દિવસ સંસદમાં જ રહે છે. શાહ એવા વ્યક્તિ છે જેનું નામ સાંભળતા આતંકી અને
ઉગ્રવાદી ધ્રુજવા લાગે છે. જ્યારે અમિત શાહ જવાબ આપશે ત્યારે વિપક્ષ સાંભળી શકશે નહી.
વધુમાં વિપક્ષી સાંસદોએ સમજવું જોઈએ કે સંસદના નિયમ અનુસાર જે વિધેયક હોય છે તેના સંબંધિત
મંત્રીને સદનમાં આવવાનું હોય છે અને તેઓ જ જવાબ આપે છે.