અભ્યાસ મેચમાં શ્રીલંકા ઇલેવનને હાર આપી : જયસ્વાલના 61 અને કપ્તાન ગિલના વાપસી સાથે 44 રન
સિરાજના
4 છક્કાથી ઝડપી 32 રન
કોલંબો,
તા.9 : ટેસ્ટ શ્રેણી અગાઉના અભ્યાસ મેચમાં ભારતીય ટીમનો 6 વિકેટે શાનદાર વિજય થયો છે.
મેચના આજે ત્રીજા અને અંતિમ દિવસે ભારતને 207 રનનો વિજય લક્ષ્યાંક મળ્યો હતો. જે
45 ઓવરમાં 4 વિકેટ ગુમાવી હાંસલ કરી લીધો હતો. શ્રીલંકા સામેના ટેસ્ટ શ્રેણી પહેલાની
જીત અને કપ્તા શુભમન ગિલની મેદાન પર વાપસીથી ટીમ ઇન્ડિયાના આત્મવિશ્વાસમાં વધારો થશે. બીજા દાવમાં ભારત તરફથી યશસ્વી જયસ્વાલ 46 દડામાં
9 ચોક્કા - 2 છક્કાથી 61 રન કર્યા હતા. તે રિટાયર્ડ હર્ટ થયો હતો જ્યારે ઈજામાંથી બહાર
આવી શુભમન ગિલે 7 ચોક્કાથી 44 રનની આકર્ષક ઇનિંગ રમી હતી. તેના અને જયસ્વાલ વચ્ચે પ્રથમ
વિકેટમાં 105 રનની ઝડપી ભાગીદારી નોંધાઈ હતી.
ઇનિંગના
અંતમાં મોહમ્મદ સિરાજે સટાસટી કરીને માત્ર 15 દડામાં 1 ચોક્કા અને 4 છક્કાથી અણનામ
32 રન કર્યા હતા. ઋષભ પંત 28, ધ્રુવ જુરેલ 17 રને આઉટ થયા હતા. રવીન્દ્ર જાડેજા 22
રને રિટાયર્ડ હર્ટ થયો હતો.
આ
પહેલા શ્રીલંકા ઇલેવને તેનો બીજો દાવ 6 વિકેટે 200 રને ડિક્લેર કર્યો હતો. આથી ભારતને
207 રનનું વિજય લક્ષ્યાંક મળ્યું હતું. બીજા દાવમાં શ્રીલંકા ઇલેવન તરફથી નિશાન મદુશ્કાએ
63, અંજલા બંડારાએ 35 અને નિપુલા ધનંજયે 46 રન કર્યા હતા. ભારત તરફથી ગુરનુર બ્રારે
બે વિકેટ લીધી હતી. રવીન્દ્ર જાડેજાને પણ બે વિકેટ મળી હતી. સિરાજ અને પ્રસિદ્ધને
1-1 વિકેટ મળી હતી. ભારતે તેનો પ્રથમ દાવ દેવદત્ત પડીક્કલના અણનમ 142 રનથી 6 વિકેટે
357 રને ડિક્લેર કર્યો હતો. શ્રીલંકા ઈલેવનના પ્રથમ દાવમાં 8 વિકેટે 363 રન થયા હતા.
ભારત-શ્રીલંકા વચ્ચેનો પ્રથમ ટેસ્ટ 15 ઓગસ્ટથી ગોલમાં શરૂ થશે.