• સોમવાર, 10 ઑગસ્ટ, 2026

અશ્મિતા ચાલિહા કોરિયા ઓપન ચેમ્પિયન ફાઇનલમાં ચીની ખેલાડી વિરૂધ્ધ જીત

આસન (દ. કોરિયા) તા.9: ભારતની યુવા બેડમિન્ટન ખેલાડી અશ્મિતા ચાલિહા કોરિયા માસ્ટર્સ સુપર-300 ટૂર્નામેન્ટમાં ચેમ્પિયન બની છે. ફાઇનલમાં અશ્મિતાએ ચીની ખેલાડી હાન કિયાન વિરૂધ્ધ પ્રથમ ગેમમાં હાર સહન કરી હતી. આ પછી શાનદાર વાપસી કરીને બાકીની બે ગેમ પોતાના નામે કરી ખિતાબ કબ્જે કર્યો હતો. ફાઇનલમાં અશ્મિતા ચાલિહાનો 14-21, 21-14 અને 21-14થી ભવ્ય વિજય થયો હતો. 26 વર્ષીય આસામની ખેલાડીનો આ પ્રથમ બીડબલ્યુએફ ખિતાબ છે. આ સાથે જ સતત બીજા સપ્તાહમાં ભારતીય મહિલા ખેલાડીએ બીડબલ્યુએફ વર્લ્ડ ટૂ2 ખિતાબ જીત્યો છે. આ પહેલા ગત સપ્તાહે તન્વી શર્મા તાઇપે ઓપનમાં ચેમ્પિયન બની હતી. અશ્મિતા ચાલિહા હાલ વિશ્વ ક્રમાંકમાં 50મા સ્થાને છે. તેણીનો આ પ્રથમ બીડબલ્યુએફ ખિતાબ છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક