• શનિવાર, 29 ઑગસ્ટ, 2026

WTC ફાઇનલમાં પહોંચવા ટીમ ઇન્ડિયા સામે કિવિઝનો કઠિન પડકાર

નવી દિલ્હી તા.28: ભારતીય ક્રિકેટ ટીમનો શ્રીલંકા પ્રવાસ ખતમ થયો છે. આખરી ટેસ્ટમાં જીતથી વંચિત રહેનાર ટીમ ઇન્ડિયાએ 1-0થી શ્રેણી જીતીને ડબલ્યૂટીસી ફાઇનલની ધૂંધળી આશા જીવંત રાખી છે. શ્રીલંકા સામેની ટેસ્ટ શ્રેણીની સમાપ્તિ બાદ હવે ટીમ ઇન્ડિયા નવેમ્બરમાં ન્યુઝીલેન્ડ પ્રવાસે બે મેચની ટેસ્ટ શ્રેણી રમવા જશે. આ મુશ્કેલ પ્રવાસ દરમિયાન જો શુભમન ગિલની ટીમ 2-0થી શ્રેણી વિજય હાંસલ કરશે તો જ તેની ડબલ્યૂટીસી ફાઇનલમાં પહોંચવાની આશા જીવંત રહેશે. છેલ્લે 2024માં કિવિઝ ટીમ ભારતીય ટીમને ભારતની ધરતી પર જ 3-0થી હારનો સ્વાદ ચખાડી ચૂકી છે. ન્યુઝીલેન્ડ પ્રવાસ દરમિયાન ભારતીય ટીમ પાંચ-પાંચ મેચની ટી-20 અને વન ડે શ્રેણી રમશે. આ પછી બે ટેસ્ટ મેચ રમાશે. 22 ઓકટોબરે પહેલો ટી-20 મેચ રમાશે. જયારે પહેલો વન ડે મેચ 4 નવેમ્બરે રમાશે અને પહેલો ટેસ્ટ 19 નવેમ્બરથી શરૂ થશે.

ન્યુઝીલેન્ડ પ્રવાસે જતાં અગાઉ ટીમ ઇન્ડિયા અફઘાનિસ્તાન વિરૂધ્ધ દિલ્હીમાં 13 સપ્ટેમ્બરથી ત્રણ મેચની ટી-20 શ્રેણી રમવાની છે. આ ઉપરાંત ટીમ ઈન્ડિયા ઘરઆંગણે વેસ્ટ ઇન્ડિઝ વિરૂધ્ધ ત્રણ મેચની શ્રેણી રમશે. જેનો પહેલો મેચ 27 સપ્ટેમ્બરે રમાશે.

 

ઇ-પેપરના નવા શુલ્ક