‘ખેલો ઈન્ડિયા’ સંવાદ ઃ દેશનાં 1500 સ્થળ પર યુવાનોને વડાપ્રધાનનું વર્ચ્યુઅલ સંબોધન
નવી દિલ્હી,
તા. 27 ઃ
ઓલિમ્પિકની 20થી
વધુ રમતોમાં
ભારતે ભાગ
નથી લીધો.
આ રમત
સ્પર્ધામાં ભાગીદારી
વધારવી પડશે.
2036ની ઓલિમ્પિક
માટે અત્યારથી
ખેલાડીઓ તૈયાર
કરો, તેવું
વડાપ્રધાન નરેન્દ્ર
મોદીએ ગુરુવારે
જણાવ્યું હતું.
વડાપ્રધાન મોદીએ
દેશભરમાં 1500થી
વધુ સ્થળો
પર યુવાનો
અને ખેલાડીઓ
સાથે વર્ચ્યુઅલ
સંવાદ કરતાં
આવી સલાહ
આપી હતી.‘ખેલો
ઈન્ડિયા’ સંવાદને
સંબોધતાં મોદીએ
કહ્યું હતું
કે, યુવાનોને
ક્રીન કરતાં
વધુ મેદાન
પર લાવવાની
જરૂર છે.દેશના
દરેક જિલ્લામાં
રમત ક્ષેત્રની
પ્રતિભાઓ છે.
લાંબો દરિયાકિનારો
હોવા છતાં
ભારત સર્ફિંગમાં
હજુ પાછળ
છે, તેવું
વડાપ્રધાને ખેલાડીઓને
જણાવ્યું હતું.મોદીએ
કહ્યું હતું
કે, ભારતના
ખેલાડીઓએ હવે
નવી રમતોમાં
પણ આગળ
વધવું પડશે.
ખેલો ઈન્ડિયા
સંવાદમાં યુવાનો
રમત, શાસન
તેમજ વિકસિત
ભારત પર
સૂચન આપી
શકશે.