-જર્મની સામેના પ્લેઓફ મેચમાં 3-1 ગોલથી વિજય
એમ્સટલવીન તા.27ઃ ભારતીય મહિલા હોકી ટીમે 1974 બાદ વિશ્વ કપનું તેનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. હોકી વિશ્વ કપ-2026માં ભારતીય મહિલા ટીમ પાંચમા સ્થાને રહી છે. આજે રમાયેલા પાંચમા અને છઠ્ઠા સ્થાન માટેના પ્લેઓફ મેચમાં જર્મની વિરૂધ્ધ ભારતીય મહિલા હોકી ટીમનો 3-1 ગોલથી
શાનદાર વિજય થયો હતો. અગાઉ ભારતીય મહિલા ટીમ 1974ના વર્લ્ડ કપમાં ચોથા ક્રમે રહી હતી.
આજના જર્મની સામેના મેચમાં ભારત તરફથી ઇશિકાએ 43મી મિનિટે પહેલો ગોલ કર્યો હતો. આ પછી નવનીત કૌરે 44 અને
46 મિનિટે ગોલ કર્યાં હતા. જર્મન મહિલા ટીમ તરફથી એકમાત્ર ગોલ મેચની આખરી 10 સેકન્ડ
બાકી હતી ત્યારે થયો હતો.